ગેસ ગિઝરમાં લીકેજ, બાથરૂમમાં શ્વાસ રૂંધવાથી દુલ્હનનું મોત, ડોલી ઊઠ્યાના...

PC: amarujala.com

મેરઠમાં મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાગૃતિ વિહાર સેક્ટર-8 સ્થિત ગોલ માર્કેટ પાછળ બાથરૂમમાં ગેસ ગિઝરમાં લીકેજ થઇ ગયું, જેમાંથી નીકળેલી ગેસથી બાથરૂમમાં નાહતી વખત દુલ્હનનું શ્વાસ રૂંધાવાથી મોત થઇ ગયું. પોલીસને ઘટનાની જણાકરી આપવામાં આવી નથી. જાગૃતિ વિહારના સેક્ટર-8નો રહેવાસી પારસ કુમાર એક કંપનીમાં એન્જિનિયર છે. તેના પિતા સેનામાં થીરિટાયર્ડ થયા છે. પારસના લગ્ન ગાઝિયાબાદની રહેવાસી વૈશાલી સાથે થયા હતા.

ગુરુવારે લગ્ન થયા હતા. શુક્રવારે દુલ્હનને લઇને પરિવારના લોકો ઘરે આવ્યા હતા. શનિવારે ઘર પર ભજન સંધ્યાનો પ્રોગ્રામ હતો. સવારે 10 વાગ્યે વૈશાલી બાથરૂમમાં નાહવા માટે ગઇ હતી. ઘણા સમય બાદ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઇ અવાજ ન આવ્યો, ત્યારબાદ પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડી દીધો. પરિવારના એક ખૂણામાં વૈશાલી સીધી બેઠી હતી. તાત્કાલિક ફૂલોથી સજેલી કારથી વૈશાલીને આનંદ હૉસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

ત્યારબાદ પરિવારના સભ્ય શબ લઇને ઘરે આવી ગયા. પારસના ઘરમાં લગ્નની ખુશીઓ 24 કલાકમાં જ શોકમાં બદલાઇ ગઇ. થોડા સમય પહેલા અહીં ગીત સંગીતના અવાજો હતા, પરંતુ જોત-જોતામાં શાંતિ પ્રસરી ગઇ. શુક્રવારે સવારે જે ઘરમાં વૈશાલી અરમાનોની ડોલીમાં સવાર થઇને પહોંચી હતી. 24 કલાક બાદ એ જ ઘરમાં તેની અર્થી સજી રહી હતી. વૈશાલી હંમેશાં-હંમેશાં માટે સાસરા અને પિયરના લોકોને અલવિદા કહીને જતી રહી. જાગૃતિ વિહારમાં ગેસ ગિઝરમાં લિકેજના કારણે દુલ્હનના મોતની ઘટના બાદ ઘરમાં ભીડ ભેગી થઇ ગઇ. પરિવારજનોનું આક્રંદ સાંભળીને બધાની આંખોમાં આંસુ સરવા લાગ્યા.

પારસ અને વૈશાલીના લગ્ન બાદ પરિવારજનો અને સંબંધી અત્યારે પણ ઘર પર જ ઉપસ્થિત હતા કે કે લગ્ન બાદ શનિવારે પહેલી પૂજા રાખવામાં આવી હતી. લગ્નવાળા ઘરમાં ચારેય તરફ ખુશીઓ હતી, પરંતુ અચાનક એવો તોફાન આવી ગયો કે આખો પરિવાર ગમમાં ડૂબી ગયો. જેવી જ અકસ્માતની જાણકારી મળી, લોકો પારસના ઘરે સાંત્વના આપવા પહોંચવા લાગ્યા. મોડી સાંજ સુધી ઘર પર જણીતા લોકો અને સંબંધીઓની ભીડ ઉમટી પડી હતી. પારસ પરિવારમાં નાનો છે. સેનામાંથી રિટાયર્ડ પિતા પણ દીકરાના લગ્નની ખુશીઓ મનાવી રહ્યા હતા, પરંતુ અચાનક થયેલી દુર્ઘટના બાદ આખો પરિવાર તૂટી ગયો.

જેવું વૈશાલીનું શબ હૉસ્પિટલથી ઘરે પહોંચ્યું, હાહાકાર મચી ગયો. તાત્કાલિક જ દુલ્હનના પરિવારજનોને અકસ્માતની જાણકરી આપવામાં આવી. દીકરીના શબને ભેટીને રડી પડેલા સ્વજન, લગ્ન બાદ પહેલી વખત દીકરીના સાસરામાં પહોંચેલા પરિવારના લોકો પણ શબને ભેટીને રડી રહ્યા હતા. વારંવાર એમ જ કહી રહ્યા હતા કે અચાનક આવું પણ થઇ જશે, તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું. જો તેમને અકસ્માતની જાણકારી હોત તો દીકરીના લગ્ન જ ન કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp