નીરજ ચોપરાની પ્રતિમાનો ભાલો ચોરાઈ જવાના સમાચાર, પોલીસે સચ્ચાઈ બતાવી

PC: aajtak.in

મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘણા ઈન્ટરસેક્શનના બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હાપુર અડ્ડા ચાર રસ્તા પર ઘણા ખેલાડીઓના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ એથ્લેટ નીરજ ચોપરાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આમાં તે બરછી (ભાલો) ફેંકતો જોવા મળી રહ્યો છે.

ઇન્ટરનેશનલ એથ્લેટ નીરજ ચોપડા સાથે જોડાયેલા એવા સમાચાર UPના મેરઠમાંથી સામે આવ્યા છે કે, જેના કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો. હકીકતમાં, સમાચાર એમ ફેલાઈ ગયા હતા કે, નીરજ ચોપરાના સ્ટેચ્યુમાંથી બરછી (ભાલો) ચોરાઈ ગઈ છે. આ વાતની જાણ થતાં જ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ હતી. જો કે, ત્યાર પછી પોલીસ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, ભાલો ચોરવામાં આવ્યો ન હતો પરંતુ તેને ચાર રસ્તાના બ્યુટીફિકેશન હેઠળ બદલવામાં આવ્યો હતો.

મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘણા ચાર રસ્તાઓનું બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હાપુર અડ્ડા ચારરસ્તા પર ઘણા ખેલાડીઓના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે, જેમાં એક ઇન્ટરનેશનલ એથ્લેટ નીરજ ચોપરાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. આમાં તે બરછી (ભાલો) ફેંકતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન મેરઠમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફેલાઈ ગયા કે, નીરજ ચોપરાની પ્રતિમામાંથી ભાલો ચોરાઈ ગયો છે. આ સમાચાર ફેલાતાની સાથે જ હલચલ મચી ગઈ હતી, કારણ કે હાપુર બેઝ ઈન્ટરસેક્શન પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ભાલાની ચોરીની માહિતી મળતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. તપાસ કર્યા પછી પોલીસે જણાવ્યું કે, ભાલા ચોરાઈ જવાના સમાચાર ખોટા છે. પ્રતિમાનો ભાલો બદલવામાં આવ્યો છે.

જ્યારે, આ કિસ્સામાં, મેરઠના સિવિલ લાઇન વિસ્તારના CO અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે, મીડિયા દ્વારા સમાચાર મળ્યા હતા કે, 2 મહિના પહેલા એક ચોરી થઈ હતી. ત્યાર પછી તપાસ કરીને મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટીના JEએ જણાવ્યું કે, આ પ્રતિમા પર એક ભાલો હતો જે પ્લાસ્ટિકનો હતો. તેમાં ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી હતી કે ખરેખર (સાચ્ચો) ભાલો લગાવવામાં આવે, અને તેને યોગ્ય દિશા અને સ્થિતિમાં લગાવવામાં આવે.

ત્યાર પછી મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિર્ણય લીધો કે, પ્રતિમાના હાલના પ્લાસ્ટિકના ભાલાને ખરેખરના ભાલાથી બદલવામાં આવશે. જૂનો ભાલો ચોરાયો નથી, તેને બદલી નાખવામાં આવ્યો છે. આ કામ લગભગ 2 મહિના પહેલા કરવામાં આવ્યું હતું. હમણાં સોશિયલ મીડિયા પર ફેલાયેલા સમાચાર એકદમ ખોટા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp