આ રીતે નિકોલસ પૂરને હાર્દિક પંડ્યાની બોલતી બંધ કરી, જુઓ Video

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ટી20 સીરિઝ ખતમ થયા પછી નિકોલસ પૂરને હાર્દિક પંડ્યાને વળતો જવાબ આપ્યો છે. પૂરને અકીલ હુસૈનની સાથે એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે મોઢું બંધ રાખીને ઈશારો કરી રહ્યો છે અને તેની સાથે અકીલ હુસૈન છે, જે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે. આ વીડિયોને શેર કરવાની સાથે જ પૂરને લખ્યું કે, જો તમને ખબર છે તો ખબર છે.
પૂરનની આ પોસ્ટથી એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે કહેવા શું માગે છે. પણ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ શેર કરી છે. તેને જોઇ ક્લિઅર થઇ જાય છે કે પૂરને હાર્દિક પંડ્યાને વળતો જવાબ આપ્યો છે અને તેને મોઢું બંધ રાખવા કહ્યું છે.
મામલો શું છે
પાંચ મેચની સીરિઝની શરૂઆતી બે મેચોમાં ભારતીય ટીમ હારી ગઇ હતી. પણ ત્રીજી અને ચોથી ટી20 મેચોમાં ભારતે વાપસી કરતા વેસ્ટઈન્ડિઝને માત આપી હતી. ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, જો નિકોલસ પૂરન તેની સામે મોટા શોટ રમે તો તેને સારુ લાગશે. જો નિકી મને મારવા માગે છે તો તેને મારવા દો. આ જ પ્લાન હતો. મને આવી પ્રતિસ્પર્ધાની મજા આવે છે. મને ખબર છે કે તે આ સાંભળશે અને ચોથી મેચમાં મારી સામે મોટો પ્રહાર કરશે.
ચોથી મેચમાં કુલદીપ યાદવે પૂરનને જલદી આઉટ કરી દીધો હતો અને ભારતીય ટીમે 179 રનનો ટાર્ગેટ સરળતાથી પૂરો કરી લીધો હતો. ભારત માટે શુભમન ગિલ અને યશસ્વીએ હાફ સેન્ચ્યુરી મારી હતી અને ટીમને જીત અપાવી હતી. પાંચમી મેચમાં પૂરે હાર્દિકની ભવિષ્યવાણી સાચી સાબિત કરી અને 166 રનનો પીછો કરતા હાર્દિકની જ ઓવરમાં સતત બે છગ્ગા લગાવ્યા.
પૂરને 47 રન બનાવ્યા અને પોતાની ટીમને જીતાડવામાં અગત્યના ફાળો આપ્યો. તે સીરિઝમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બનાવ્યો અને પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો. પૂરનની બેટિંગને લીધે વીન્ડિઝ સીરિઝને 3-2થી પોતાના નામે કરવામાં સફળ રહી. ભારતીય ટીમે 25 મહિનામાં પહેલી ટી20 સીરિઝ ગુમાવી તો વીન્ડિઝે ભારત સામે સતત 11 સીરિઝ હાર્યા પછી ટી20 સીરિઝ જીતી છે. વનડે વર્લ્ડ કપમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલી વેસ્ટઈન્ડિઝની ટીમ માટે ટી20 સીરિઝમાં આ જીત ઉત્સાહ વધારનારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp