ભત્રીજીનો આરોપ- રિવોલ્વર કાકીએ કરી લીધો ઘર પર કબજો, કરાવવા માગે છે..’

PC: uptak.in

દિલ્હી નજીક ગ્રેટર નોઇડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ‘રિવોલ્વર કાકી’ પર તેની ભત્રીજીએ પરિવારને જીવથી મારવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે તે ભત્રીજી પર વૈશ્યાવૃત્તિના ધંધામાં સામેલ થવા માટે દબાવ બનાવી રહી છે. એમ ન કરવા પર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી છે. પીડિતાની ફરિયાદ પર FIR નોંધીને પોલીસ તપાસ કરી રહી છે. એક યુવતી પોતાના પરિવાર સાથે જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે.

21 વર્ષીય યુવતીએ જેવર પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું કે, તેના પિતા પોતાના પરિવાર સાથે એ વિસ્તારમાં રહે છે. 3 વર્ષ અગાઉ કામના સિલસિલામાં તે પરિવાર સહિત ગુજરાતમાં જઈને રહેવા લાગી હતી. ઘરથી જતી વખત મકાનમાં તાળું લગાવીને ગયા હતા, જેમાં કિંમતી સામાન રાખ્યો હતો. 3 વર્ષ બાદ જ્યારે પરિવાર સાથે પોતાના પૈતૃક ઘર પહોંચી તો જોયું કે રૂમનું તાળું તોડીને બધો કિંમતી સામાન કાકી સીમા, કાકા દિનેશ અને રિવોલ્વર કાકી અન્નૂ અને તેના પતિ જગદીશે લઈ લીધો છે. સાથે જ મકાન પર પણ કબજો કરી લીધો.

પીડિત યુવતીનો આરોપ છે કે તેની બે કાકીઓએ તેના પૈતૃક મકાન પર કબજો કરી લીધો છે. હવે કાકી રિવોલ્વર સાથે ફોટો મોકલીને તેને વૈશ્યાવૃત્તિના ધંધામાં સામેલ કરવા માગે છે. વિરોધ કરવા પર પરિવારને જીવથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તેણે આ બાબતની ફરિયાદ પોલીસને કરી તો પોલીસે પારિવારિક વિવાદ બતાવીને પોતાને સાઇડ કરી લીધી. બંને કાકીઓ તેના પૈતૃક મકાનને છોડવા તૈયાર નથી. તેના કારણે તેનો પરિવાર ઠેર ઠેર ભટકી રહ્યો છે. પાર્કમાં રાત પસાર કરવા મજબૂર છે.

જેવર પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ પ્રતાપે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાના મકાન પર કોઈએ કબજો કર્યો નથી. પીડિતાનો તેના પરિવાર સાથે વહેંચણીને લઈને પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp