પંજાબમાં નિહંગ શીખોનો પોલીસ સ્ટેશન પર હુમલો, અનેક પોલીસકર્મી ઘાયલ; હજારોની ભીડ

PC: india.com

'વારિસ પંજાબ ડે'ના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ પંજાબના અમૃતસરમાં અજનાલા પોલીસ સ્ટેશનની બહાર તલવારો અને બંદૂકો સાથે પોલીસ બેરિકેડ તોડી નાખ્યા. અમૃતપાલના નજીકના સહયોગીની ધરપકડને લઈને હજારો લોકો ઉશ્કેરાયા હતા. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનની બહાર હજારો નિહંગ તલવારો અને બંદૂકો સાથે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ સિંહ તેમની પોતાની ધરપકડ કરાવવા ત્યાં પહોંચ્યા હતા. જેના વિરોધમાં હજારો સમર્થકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમૃતપાલ સિંહના નજીકના સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

અમૃતપાલે જ પોતાના સમર્થકોને ગુરુવારે સવારે 11 વાગ્યે અજનલા પહોંચવાનું કહ્યું હતું. આ પછી અહીં ભીડ એકઠી થઈ ગઈ. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને અમૃતપાલના સમર્થકો પહોંચે તે પહેલા જ તેમને ઝડપી લેવાનું શરૂ કરી દીધું. જેના કારણે વાતાવરણ ગરમાયું હતું.

હંગામાની માહિતી મળતા અમૃતપાલ પણ અજનલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અહીં તેમણે SSP સતીન્દર સિંહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ પોલીસને તુફાન સિંહને છોડવા માટે એક કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. આ દરમિયાન સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર ઉભા રહ્યા હતા.

વારિસ પંજાબ ડેના ચીફ અમૃતપાલ સિંહે કહ્યું, 'રાજકીય કારણોસર FIR નોંધવામાં આવી છે. જો તેઓ એક કલાકમાં કેસ રદ નહીં કરે, તો આગળ શું થશે તેના માટે અમે જવાબદાર રહેશું નહીં.

અમૃતપાલે સમર્થકોને સંબોધીને તેમને શાંત રહેવા કહ્યું. તે કહે છે કે, હવે અમૃતનો સંચાર પણ અહીં અને વહીર પણ અહીં થશે. બહારથી હજુ વધારે સમર્થકો આવી રહ્યા છે. સાથે જ પંજાબ સરકારને પણ ચેતવણી આપવામાં આવી છે કે, તેના સાથી તોફાનને પણ પોતાની સાથે જ લઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અજનલા પોલીસ સ્ટેશને વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ ખાલસા અને તેના સાથીઓ વિરુદ્ધ વિસ્તારના એક યુવકનું અપહરણ અને મારપીટ કરવાનો કેસ નોંધ્યો હતો. પીડિત વરિન્દરે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે દરબાર સાહિબમાં દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ તે ભાઈ અમરીક સિંહ સાથે અજનલા કેમ્પમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. અહીં અમૃતપાલ સિંહના સાથીઓ તેને સાથે લઈ ગયા અને જોરદાર મારપીટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp