દિવાળી પહેલા માતમ, ફટાકડાની ફેક્ટ્રીમાં ભીષણ આગ લગતા 10ના મોત, 13 ઇજાગ્રસ્ત

PC: twitter.com/ANI

દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ ફટાકડાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ફટાકડાઓને પૂરી રીતે બેન કરી દેવામાં આવ્યા છે, પરંતુ ગ્રીન ક્રેકર્સને પણ ફોડવાની મંજૂરી આપવામાં આવી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. આ દરમિયાન ફટાકડા ફેક્ટ્રીમાં આગ લાગવાની ઘટના પણ મોટા ભાગે સામે આવે છે. એવી જ એક ઘટના તામિલનાડુથી પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તામિલનાડુના અરિયાલુર જિલ્લામાં સોમવારે ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થઈ ગયા અને 13 અન્ય લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને એક નિવેદનમાં આ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા તેમના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. આ ઘટના જિલ્લાના વિરાગલુર ગામમાં એક ફટાકડા નિર્માણની ફેક્ટ્રીમાં બની હતી. ફેક્ટ્રીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું કે, 5 ઇજાગ્રસ્ત લોકોને તંજાવુર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને તેમને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. તેમના બચાવ અને રાહત ગતિવિધિઓમાં તેજી લાવવા માટે મંત્રીમંડળમાં પોતાના સહયોગી એસ.એસ. રવિશંકર અને સી.વી. ગણેશનને તૈનાત કર્યા છે. તેમણે દરેક મૃતકના પરિવારને 3-3 લાખ રૂપિયા, ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 1 લાખ રૂપિયા અને સામાન્ય રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

થોડા દિવસ અગાઉ બેંગ્લોરની ફટાકડાની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં અનેકલ તાલુકાના અટ્ટેબેલે વિસ્તારમાં એક ફટાકડાના ગોદામ સહ દુકાનમાં આગ લાગવાથી 10 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં દુકાનના માલિક સહિત 4 લોકો દાઝી ગયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિ ગંભીર રૂપે દાઝી ગઇ હતી, જેથી તેને બીજી હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp