નીતા અંબાણીએ શ્રીનાથજીની પેઈન્ટિંગને સ્પર્શ કરતા પહેલા સેન્ડલ ઉતાર્યા

PC: dailymotion.com

નીતા અંબાણી અને મુકેશ અંબાણી વ્હાઇટ હાઉસમાં PM નરેન્દ્ર મોદી માટે આયોજિત રાત્રિભોજનમાં ખાસ આમંત્રિત મહેમાનોમાં સામેલ હતા. જો બાઇડેન અને ગૂગલના CEO સુંદર પિચાઈ સાથેના તેમના વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. હવે નીતા અંબાણીના વધુ એક વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વીડિયો એટલો સારો છે કે જોનાર તેના વખાણ કર્યા વગર રહી શકશે જ નહીં. આ વીડિયોમાં નીતા અંબાણી એક કલાકારની સામે ઉભી છે, તેની પેઇન્ટિંગને સ્પર્શે તે પહેલા તેણે તેના પોતાના સેન્ડલ ઉતારી દીધા હતા.

આ વીડિયો વ્હાઇટ હાઉસનો નથી પરંતુ NMACCનો પ્રમોશનલ વીડિયો છે. NMACCની ઓપનિંગ ઈવેન્ટ એપ્રિલમાં યોજાઈ હતી. NMACCની રચના ભારતીય કલા અને સંસ્કૃતિની સુંદરતાને ઉજાગર કરવા માટે કરવામાં આવી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કલાકાર નીતા અંબાણીને ભગવાન શ્રીનાથજીની મોટી તસવીર બતાવે છે. આ જોઈને જ નીતા પોતાનું સેન્ડલ ઉતારે છે, કારણ કે તેમાં શ્રીનાથજીનું ચિત્ર બનેલું છે. આપણે જાણીએ છીએ કે, અંબાણી પરિવાર ભગવાન કૃષ્ણનો અનુયાયી છે. જુઓ આ વિડિયો...

 
 
 
View this post on Instagram

A post shared by Ambani Family (@ambani_update)

આપણે જોઈ શકીએ છીએ કે, નીતા અંબાણી પેઇન્ટિંગને સ્પર્શતાની સાથે જ તેના સેન્ડલને ઉતારી દે છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પત્ની નીતાની કલાકાર પ્રત્યેની નિષ્ઠા અને નમ્રતા જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભાવુક થઈ ગયા. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. કેટલાક કહી રહ્યા છે કે, આ જ નીતા અંબાણીની સફળતાનું રહસ્ય છે, તો કેટલાક કહી રહ્યા છે કે આ જ સાચા ભક્તની ઓળખ છે. અહીં તમને જણાવી દઈએ કે, NMACCની મદદથી રિલાયન્સ ફાઉન્ડેશન બનારસી હેન્ડીક્રાફ્ટને આગળ લઈ જવા માટે ફંડિંગ કરી રહ્યું છે. આ વીડિયો પણ તેના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો.

PM નરેન્દ્ર મોદી માટે આયોજિત ડિનરમાં નીતા અંબાણી પતિ મુકેશ અંબાણી સાથે જોવા મળી હતી. તેણે આ પ્રસંગ માટે સફેદ સિલ્કની સાડી પસંદ કરી હતી. તેણે આછો મેકઅપ કર્યો હતો અને તેના વાળ નીચા બનમાં બાંધ્યા હતા. આ કાર્યક્રમ જો બાઇડેન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. ડિનરમાં એપલના ટિમ કુક પણ હાજર હતા. ઈન્દ્રા નૂયી, આનંદ મહિન્દ્રા, નિખિલ કામથ, રાલ્ફ લોરેન તથા અન્ય અગ્રણીઓ પ્રમુખ મહેમાનો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp