યૂટ્યૂબથી લાખોની કમાણી કરે છે ગડકરી, કયા પ્રકારના વીડિયો બનાવે છે પરિવહન મંત્રી?

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. માત્ર ચલાવતા જ નથી પરંતુ, તેના દ્વારા બમ્પર કમાણી પણ કરે છે. તેનો ખુલાસો નિતિન ગડકરીએ પોતે કર્યો છે અને જણાવ્યું છે કે, તેઓ યૂટ્યૂબ દ્વારા દર મહિને કેટલા રૂપિયાની કમાણી કરે છે. યૂટ્યૂબ પર તેમના લાખો સબ્સક્રાઇબર પણ છે. મંત્રીએ પોતે જણાવ્યું છે કે, તેમની યૂટ્યૂબ ચેનલ પર કયા પ્રકારના વીડિયો હોય છે અને સૌથી વધુ કયા વીડિયોને પસંદ કરવામાં આવે છે.
ઇન્ડિયન ઇકોનોમિક કોન્કલેવ (IEC) 2023ના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ યૂટ્યૂબ દ્વારા પોતાની કમાણીનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2015માં તેમણે પોતાની ચેનલ શરૂ કરી હતી. તેના પર પોતાના તમામ ભાષણ, પ્રેસ કોન્ફ્રેન્સ અને મીડિયાને આપવામાં આવેલા નિવેદનોનો વીડિયો અપલોડ કરે છે. તેમના દરેક વીડિયો પર હજારોની સંખ્યામાં વ્યૂઝ આવે છે અને અત્યારસુધી 5.27 લાખ લોકોએ તેમની યૂટ્યૂબ ચેનલ સબ્સક્રાઇબ પણ કરી છે.
કેન્દ્રીય મંત્રીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈપણ પરફેક્ટ નથી હોતું. તેમને પણ ઘણીવાર લાગ્યું કે, કંઇક સમસ્યા છે તેમની ચેનલમાં અને તેને સતત સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારની ખામીઓ સિસ્ટમમાં પણ છે અને તેને સુધારવાનો પ્રયત્ન પણ ચાલુ છે. કોઈપણ પરફેક્ટ નથી હોતું. સિસ્ટમને સુધારવાની પ્રક્રિયામાં ફાયનાન્સિયલ ઓડિટ ખૂબ જ જરૂરી છે પરંતુ, તેના કરતા પણ વધુ જરૂરી છે કે પરફોર્મન્સ ઓડિટ કરવું.
કેન્દ્રીય મંત્રી આ પહેલા પણ જણાવી ચુક્યા છે કે, તેઓ દર મહિને યૂટ્યૂબ ચેનલ દ્વારા ચાર લાખ રૂપિયાની કમાણી કરે છે. જી હાં, યૂટ્યૂબ દ્વારા રોયલ્ટી તરીકે તેમને ચાર લાખ રૂપિયા દર મહિને આપવામાં આવે છે. મહામારી દરમિયાન તેમના લેક્ચરની સંખ્યા યૂટ્યૂબ વધુ જબરદસ્ત રીતે વધી ગઈ હતી. તેમણે કોરોના મહામારી દરમિયાન ઘરમાં કેદ રહેવા દરમિયાનના અનુભવો શેર કર્યા અને ઘણા મજેદાર કિસ્સા જણાવ્યા.
નિતિન ગડકરીએ જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન તેમણે પોતાને ઘરમાં કેદ તો કરી લીધા પરંતુ, જનતા સાથેનું પોતાનું કનેક્શન બંધ ના કર્યું. આ દરમિયાન ઘરમાં ખાવાનું બનાવ્યું અને વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા લેક્ચર પણ આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન 950 ઓનલાઇન લેક્ચર્સ આપ્યા. તેમા વિદેશી યુનિવર્સિટીઝના સ્ટુડન્ટ્સ માટે પણ લેક્ચર સામેલ હતા. આ તમામ લેક્ચર તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરી દીધા, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા. હવે તેમને યૂટ્યૂબ દ્વારા દર મહિને ચાર લાખ રૂપિયા રોયલ્ટી તરીકે મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp