જીવનસાથી જીવિત હોય તો મંજૂરી વિના બીજા લગ્ન નહીં કરી શકે આ રાજ્યના કર્મચારીઓ

PC: muznews.net

આસામની હિમંત બિસ્વા સરમા સરકારે પોતાના કર્મચારીઓ પર જીવનસાથી જીવિત રહેતા અન્ય સાથે લગ્ન કરવા પર રોક લગાવી દીધી છે અને બીજા લગ્ન કરવા પર દંડનાત્મક કાર્યવાહીની ચેતવણી આપી છે. પર્સનલ લૉમાં ભલે બીજા લગ્ન કરવાની મંજૂરી હોય, તો પણ બીજા લગ્ન કરવાની મંજૂરી નહીં હોય. કાર્મિક વિભાગના કાર્યાલય પત્રમાં કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પતિ કે પત્ની જીવિત છે તો કોઈ અન્ય સાથે લગ્ન કરવા અગાઉ સરકારની મંજૂરી લેવી પડશે. તેમાં છૂટાછેડાના માપદંડ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈ પણ સરકારી કર્મચારી, જેની પત્ની જીવિત છે, સરકારની મંજૂરી વિના બીજા લગ્ન નહીં કરે, ભલે તેના પર લાગૂ થનારા પર્સનલ લૉ હેઠળ બીજા લગ્નની મંજૂરી હોય.’ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, એ પ્રકારે કોઈ પણ મહિલા સરકારી કર્મચારી જેનો પતિ જીવિત છે, સરકારની મંજૂરી વિના બીજા લગ્ન નહીં કરે. આ આદેશ તત્કાલીન પ્રભાવથી લાગૂ થઈ ગયો છે.

રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે એક કરતા વધુ લગ્ન પર પ્રતિબંધ સાથે સંબંધિત રાજ્ય સરકારના પરિપત્ર પર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આ નિયમ પહેલા પણ હતો, હવે અમે લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. કાર્મિક અતિરિક્ત મુખ્ય સચિવ નીરજ વર્મા દ્વારા આ અધિસૂચનને 20 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારે આ બાબતે ખબર પડી શકી. કહેવામાં આવ્યું છે કે દિશાનિર્દેશ આસામ સિવિલ સેવા (આચરણ) નિયમાવલી 1965ના નિયમ 26ના પ્રાવધાનો મુજબ જાહેર કરવામાં આવ્યા છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત પ્રાવધાનોના સંદર્ભમાં અનુશાસનાત્મક પ્રાધિકારી અનિવાર્ય સેવા નિવૃત્તિ સહિત દંડ લગાવવા માટે તાત્કાલિક વિભાગીય કાર્યવાહી શરૂ કરી શકે છે. આદેશમાં આ પ્રકારની પ્રથાને એક સરકારી કર્મચારી તરફથી ઘોર કદાચાર કરાર આપવામાં આવી છે, જેની સમાજ પર અસર પડે છે. કાર્યાલય પત્રમાં અધિકારીઓને એવા મામલા સામે આવવા પર આવશ્યક કાયદાકીય પગલાં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp