- National
- ઓરિસ્સા ટ્રેન અકસ્માતવાળી જગ્યાએ કેમ આવી રહી છે અજીબ ગંધ? રેલવેએ જણાવ્યું કારણ
ઓરિસ્સા ટ્રેન અકસ્માતવાળી જગ્યાએ કેમ આવી રહી છે અજીબ ગંધ? રેલવેએ જણાવ્યું કારણ
ઓરિસ્સાના બાલાસોરનું બહાનગા બજાર રેલવે સ્ટેશન. એક અઠવાડિયા અગાઉ (2 જૂન) આ સ્ટેશનની નજીક જ એ ભીષણ અકસ્માત થયો હતો, જેમાં 288 લોકોના મોત થઈ ગયા હતા. 7 દિવસ વીતી ગયા બાદ પણ અત્યાર સુધી બહાનગા બજારના લોકોના મનમાંથી અકસ્માતની તસવીરો નીકળી શકતી નથી. બહાનગા બજાર વિસ્તારમાં રહેતા લોકો સતત એવી ફરિયાદ એક રહ્યા હતા કે અકસ્માતવાળી જગ્યા પાસે અત્યારે પણ ઘણા શબ હોય શકે છે કેમ કે ત્યાંથી પસાર થતી વખત એક અજીબ ગંધ આવે છે.

ફરિયાદ બાદ રેલવેના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. જો કે, આ તપાસમાં ઘટનાસ્થળ પર કોઈ શબ ન મળ્યું. દક્ષિણ પૂર્વ રેલવેના CPRO આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું કે, NDRFએ અકસ્માતવાળી જગ્યાનું 2 વખત નિરીક્ષણ કર્યા બાદ સાઇટ ક્લિયરેન્સ આપી છે. ત્યારબાદ લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારીની ટીમે પણ ફરી ઘટનાસ્થળની તપાસ કરી. તેમના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળથી સ્મેલ ઈંડાઓના કારણે આવી રહી હતી.
તેમણે જણાવ્યું કે, યશવંતપુર-હાવડા એક્સપ્રેસમાં લગભગ 4 ટન ઈંડા લોડ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બધા ઈંડા તૂટી ગયા હતા. ઘટનાના 7 દિવસ બાદ ઈંડા સડી ચૂક્યા છે, જેના કારણે ત્યાં દુર્ગંધ આવી રહી છે. ઘટનાસ્થળથી ક્ષતિગ્રસ્ત ઈંડાઓને હટાવવા માટે બાલાસોર નગર પાલિકાની મદદ લેવામાં આવી રહી છે. આ અગાઉ બહાનગાની હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ ત્યાં ભણવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત બાદ જ્યારે ત્યાં શબોના ઢગ લાગી ગયા હતા.

ત્યારે બહાનગા હાઇસ્કૂલને અસ્થાયી શબગૃહ બનાવી દેવામાં આવી હતી. પહેલા શબ રાખવા માટે શાળાના 3 રૂમ ખોલવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ શબોની ઓળખ કરવા માટે શાળાના મુખ્ય હોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના વિરોધ બાદ 65 વર્ષ જૂની શાળાને તોડી પાડવામાં આવી. વિદ્યાર્થીઓના પરિવારજનોએ પણ તેમને શાળાએ મોકલવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે, ટીવી પર શબોની તસવીર જોયા બાદ હવે તેમના બાળકો શાળાએ જવા માગતા નથી. વાલીઓએ માગ કરી કે આ શાળાની બિલ્ડિંગને પાડીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવે.
શાળા અને સ્થાનિક લોકોએ ટ્રેન દુર્ઘટના દરમિયાન બચાવ અને રાહત અભિયાનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, તેમને શાળા સમિતિ તરફથી બિલ્ડિંગ પાડવાની માગ બાબતે એક પ્રસ્તાવ પાસ કરવા અને તેને સરકારને સોંપવાના નિર્દેશ આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શાળાની ઇમારત જૂની છે અને મોટા ભાગે પુર દરમિયાન લોકોને આશ્રય આપવામાં માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરિવર્તન કાર્યક્રમ હેઠળ શાળાનું નવીનીકરણ કરી શકાય છે.

