પશુપતિનાથ મંદિરમાં સીમા-સચીનના લગ્નના કોઇ પૂરાવા ન મળ્યાનો દાવો
છેલ્લાં કેટલાંક દિવસોથી દેશભરના મીડિયામાં છવાયેલી રહેલી સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનથી 4 બાળકોની સાથે ભારત આવેલી સીમા હૈદર અને ભારતનો સચીન મીણા નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરી લીધા હોવાની વાત ગાય વગાડીને કહી રહ્યા હતા. પરંતુ હવે જાણવા મળ્યું છે કે પશુપતિનાથ મંદિરમાં તેમણે લગ્ન કર્યા હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી.
પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને તેના પ્રેમી સચિનનો દાવાની પોલ ખુલી ગઇ છે. જે જૂઠાણાના આધારે કરવામાં આવ્યો હતો. આ એક એવું સત્ય છે જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે. સીમા અને સચિન મીણાએ આખી દુનિયાની સામે નેપાળમાં લગ્ન કર્યાની માહિતી આપીને બધાને ચોંકાવી દીધા હતા.સીમા અને સચીન એવો વારંવાર દાવો કરતા રહ્યા છે કે તેઓ 10 માર્ચથી 17 સુધી નેપાળમાં રહ્યા હતા અને એ દરમિયાન તેમણે નેપાળના પ્રાચીન પશુપતિનાથ મંદિરમાં હિંદુ રીતિરિવાજથી લગ્ન કરી લીધા હતા.
ન્યૂઝ 18 ઇન્ડિયાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,સચીનના દાવાની ખરાઇ કરવા માટે તેમની ટીમ પશુપતિનાથ મંદિર પહોંચી હતી અને મંદિરનું રજિસ્ટ્રર ચેક કર્યું હતું. તેમાં સીમા અને સચિનના લગ્નની કોઇ એન્ટ્રી જોવા મળી નથી. વારંવાર રજિસ્ટ્રર તપાસ્યા પછી તેમના નામો મળ્યા નહોતા.
મદિરમાં રેકોર્ડ ચેક કર્યા પછી કોઇ પુરાવા મળ્યા નહોતા. સીમા હૈદર અને સચીન મીણા નામના કોઇ દંપતિના લગ્ન થયા નથી. મંદિરમાંથી જાણવા મળ્યું હતું કે ભારતથી કોઇ પોલીસ મંદિરમાં આવી નથી.
ઉત્તર પ્રદેશ પોલીસના સ્પેશિયલ ડિરેકટર જનરલ કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે બુધવારે માહિતી આપી હતી કે સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે. આ કેસમાં સીમા જેલ જઈ ચૂકી છે. હાલ તે જામીન પર બહાર છે. આગળની કાર્યવાહી ચાલુ છે. તેને બહાર મોકલવા માટે કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે, તે મુજબ કાર્યવાહી ચાલી રહી છે. પત્રકારોએ શું સીમા હૈદરને પરત મોકલવામાં આવશે તેવા કરેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે, આ માટે કાયદો પહેલેથી જ નક્કી છે. તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે સરહદને લઈને પોલીસનો હાલ નેપાળ જવાનો કોઈ પ્લાન નથી. તે પાકિસ્તાની જાસૂસ હોવા વિશે, યુપી પોલીસના ટોચના પોલીસ અધિકારીઓ તરફથી વધુ કંઈ કહેવામાં આવ્યું ન હતું. તેમણે એટલું જ કહ્યું કે તમામ એજન્સીઓ તેમનું કામ કરી રહી છે. આ મુદ્દો બે દેશો સાથે સંબંધિત છે. જ્યાં સુધી કોઈ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી આ મુદ્દે કંઈપણ કહેવું યોગ્ય નહીં ગણાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp