હવે મોબાઈલ ચોરોની ખેર નહીં, આ ટેક્નોલોજી દ્વારા પોલીસ મિનિટોમાં કરશે ખેલ

PC: mid-day.com

દૂરસંચાર વિભાગે મંગળવારે સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરી દીધી છે. તેના દ્વારા લોકો હવે આખા ભારતમાં પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલની દેખરેખ કરી શકે છે. આ પોર્ટલથી ફોનને બ્લોક પણ કરી શકાય છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સંચાર સાથી પોર્ટલના માધ્યમથી લોકો જૂના ઉપકરણોને ખરીદતા પહેલા તેની સત્યતાની તપાસ કરી શકશે. સંચાર સાથી પોર્ટલનું પહેલું ચરણ કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજીસ્ટર (CEIR) છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ જાય છે તો તમે આ પોર્ટલ પર જઈ શકો છો. કેટલીક ઓળખ સંબંધિત ખરાઈ કરવી પડશે અને ત્યારબાદ તરત જ પોર્ટલ કાયદાકીય પ્રવર્તન એજન્સીઓ અને દૂરસંચાર કંપનીઓ સાથે સંપર્ક કરશે. તમારા ખોવાયેલા ફોનને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર છે કે, ઉપયોગકર્તાની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે અને સંચાર સાથી પોર્ટલ આ જ દિશામાં ઉઠાવવા આવેલું પગલું છે.

વૉટ્સએપ પર કોલ દ્વારા છેતરપિંડીના કેસોની તપાસ બાબતે પૂછવામાં આવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેટાના સ્વામિત્વવાળી એપ છેતરપિંડીમાં સામેલ કોઈ પણ મોબાઈલ નંબરથી જોડાયેલી સેવાઓને નિષ્ક્રિય કરવા પર સહમત થઈ ગઈ છે. છેતરપિંડીના કારણે 36 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ તેમના વૉટ્સએપ ખાતાને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સરકાર ભારતમાં મોબાઈલ ઉપકરણોના વેચાણ અગાઉ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI 15 આંકડાનો નંબર)નો ખુલાસો કરવાનું અનિવાર્ય કરી દીધું છે.

મોબાઈલ નેટવર્ક પાસે મંજૂર IMEI નંબરોની લિસ્ટ હશે, જેથી તેમના નર્ટવર્કમાં ચોરીના મોબાઈલ ફોનના પ્રવેશની જાણકારી મળી શકશે. દૂરસંચાર પરિચાલકો અને CEIR પ્રણાલી પાસે ઉપકરણના IMEI નંબર અને તેની સાથે જોડાયેલા નંબરની જાણકારી હશે. કેટલાક રાજ્યોમાં આ જાણકારીનો ઉપયોગ CEIR દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોનની જાણકારી મેળવવા માટે કરવા આવશે. CEIRની સત્તાવાર વેબસાઈ મુજબ અત્યાર સુધી આ સિસ્ટમ દ્વારા 4,77,996 મોબાઈલ ફોન બ્લોક કરવા આવ્યા છે, જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, તો 8498 ફોન શોધી કાઢવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp