ઝારખંડમાં હવે 'નમસ્કાર' નહીં જોહાર કહેવું પડશે, સરકારે કર્યો આદેશ

PC: newsaroma.com

ઝારખંડમાં 'નમસ્કાર'ને બદલે 'જોહાર' બોલવું પડશે. CM હેમંત સોરેનના આદેશ મુજબ રાજ્ય સરકારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો અને સરકારી કાર્યોમાં શુભેચ્છા માટે 'જોહાર' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ સંદર્ભે, સરકારના અગ્ર સચિવ અજય કુમાર સિંહે રાજ્યના તમામ અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો, સચિવો, વિભાગીય કમિશનરો, વિભાગોના વડાઓ અને DCને પત્ર મોકલીને તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે.

પત્ર બહાર પડતી વખતે, ઝારખંડ સરકારના મુખ્ય સચિવ અજય કુમાર સિંહે કહ્યું કે, રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો અને કાર્યોમાં શુભેચ્છાઓ માટે જોહર શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે તેમણે આ પત્રમાં કહ્યું છે કે, ઝારખંડની ઓળખ આદિવાસી બહુમતી રાજ્ય તરીકે છે. અહીંની સંસ્કૃતિમાં જોહર કહીને લોકોને અભિવાદન કરવાની પરંપરા છે, જે આ રાજ્યની વિશિષ્ટ સંસ્કૃત અને સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે.

આ સાથે એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે રાજ્યમાં તમામ પ્રકારના રાજ્યના કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમોમાં મહાનુભાવોને આવકારવા માટે ગુલદસ્તો કે ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેના બદલે છોડ અથવા પુસ્તક અથવા શાલ અથવા કંઇક સ્મૃતિ ચિહ્ન આપીને તેનું સ્વાગત કરી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ સિંહભૂમના જિલ્લા મુખ્યાલય ચાઈબાસા ખાતે ખતિયાની જોહર યાત્રામાં લોકોને સંબોધિત કરતી વખતે CM હેમંત સોરેને કહ્યું હતું કે, હવે રાજ્યમાં દરેકે જોહાર બોલવું પડશે. તે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ છે. આ અંગે વહીવટી અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ અંતર્ગત હવે કેબિનેટ સચિવાલય અને મોનિટરિંગ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

સરકારના આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે રાજ્યમાં બૌદ્ધિક વિકાસ પણ થાય. આ બહાને છોડની ભેટ આપીને વૃક્ષારોપણને વધુ મજબૂત બનાવવામાં આવશે અને લોકોમાં વૃક્ષો વાવવા અંગે જાગૃતિ વધશે. તેવી જ રીતે પુસ્તક ભેટ આપીને લોકો બૌદ્ધિક વિકાસની સાથે સાથે ગર્વ અનુભવશે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યમાં તમામ સરકારી કાર્યક્રમો અને કાર્યોમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળશે. સરકારના અગ્ર સચિવ અજય કુમાર સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનામાં તમામ વિભાગીય સચિવો અને ડેપ્યુટી કમિશનરોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp