અંજૂનો પતિ બોલ્યો-હું તેને નહીં અપનાવું, દીકરીએ તો અહીં સુધી કહી દીધું છે કે..

ફેસબુક ફ્રેન્ડ માટે ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂ હાલના દિવસોમાં ચર્ચામાં છે. નસરુલ્લા અને અંજૂનું નિકાહનામું સામે આવ્યા બાદ બંનેની ફોટા અને વીડિયો વાયરલ થયા છે. નિકાહનામામાં અંજૂનું નામ ફાતિમા લખવામાં આવ્યું છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે, અંજૂએ ઇસ્લામ ધર્મ સ્વીકારીને નિકાહ કરી લીધા છે. ત્યારબાદ જ અંજૂના પરિવારજનો નારાજ છે. અંજૂના પતિ અરવિનદે રાજસ્થાન તક સાથે વાતચીત કરતા કહ્યું કે, બાળકો કહી રહ્યા છે કે, પપ્પા ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી, જે થશે સારું થશે.

અરવિંદે કહ્યું કે, અંજૂ ખોટું બોલીને પાકિસ્તાન ગઈ છે. ફરશે તો તેનો સ્વીકારી નહીં કરીએ. તે પોતાની મરજીથી નસરુલ્લાહ પાસે ગઈ છે. અહીં કોઈને કંઈ કહ્યું પણ નહીં. બાળકો પણ માતાની ખૂબ નારાજ છે. અરવિંદે કહ્યું કે, દીકરીએ તો અહીં સુધી કહી દીધું છે કે તેણે આવવાની જરૂરિયાત નથી, અમે તેનો ચહેરો પણ જોવા માગતા નથી. અંજૂએ બે વર્ષ અગાઉ વિદેશમાં નોકરીના નામ પર પાસપાર્ટ બનાવ્યો હતો. અરવિંદે જણાવ્યું કે, તેની અને અંજૂ વચ્ચે સંબંધ સારા હતા. કોઈ ઝઘડો થતો નહોતો. થોડી ઘણી રકઝક તો દરેક પતિ-પત્ની વચ્ચે થાય છે.

તેણે આગળ કહ્યું કે, હું ક્યાંય ગાયબ થયો નહોતો. હું મીડિયાથી બચવા માગતો હતો. હું થાકી ગયો હતો. મારી તબિયત સારી નથી. જ્યારે અરવિંદને પૂછવામાં આવ્યું કે, અંજૂના પિતાએ કહ્યું હતું કે દીકરી સનકી છે, જિદ્દી છે, પોતાના મનનું કરે છે, પરંતુ લગ્ન નહીં કરે. તેના પર અરવિંદે કહ્યું કે, જે સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યું છે એ હિસાબે તો તેણે લગ્ન કરી લીધા છે. અહીં પણ તે ખોટું બોલી રહી હતી, ત્યાંથી પણ ખોટું બોલી રહી છે. બધુ જ તો તે કરી રહી છે. બાળકો સાથે પણ તેણે વાત કરી, તેમને પણ ખોટું બોલી રહી છે. અંજૂના શોખ ઘણા હતા. પૈસા ખૂબ ખર્ચ કરતી હતી, તેના ઉધાર પણ હતા.

અરવિંદે કહ્યું કે, પરિવારમાં બધાએ સમજાવ્યો છે કે, ચિંતા કરવાની વાત નથી. અંજૂના વ્યવહાર પર તેણે કહ્યું કે, તે જે વિચારી લે છે તે કરે છે. તેને આ બાબતે પણ ઘણી વખત સમજાવી. અંજૂ અત્યારે કહી રહી છે કે તેણે લગ્ન કર્યા નથી તો આખરે અહીંથી ખોટું બોલીને કેમ ગઈ? તેની વાત પર કઈ રીતે ભરોસો કરવામાં આવે. અંજૂ હંમેશાં એકલી જ ફરતી હતી. પતિ-પત્નીના સંબંધ વિશ્વાસના હોય છે. મેં ક્યારેય તેનો મોબાઈલ ચેક કર્યો નથી. વચ્ચે વચ્ચે તે રજા લઈને દિલ્હી જતી હતી. બાળકોના કામના બહાને તે જતી હતી. જે પ્રેમમાં પાગલ થઈ જાય છે તે એવું જ કરે છે. દીકરી વારંવાર કહે છે કે પપ્પા ચિંતા ન કરો, અમે લોકો તમારી સાથે છીએ.

About The Author

Top News

ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ભરૂચમાં ભાજપના જ સાંસદ અને મહિલા ધારાસભ્ય વચ્ચ બબાલ શરૂ થઇ છે. બંને નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભરૂચના ...
Politics 
ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.