આ ભાજપશાસિત રાજ્યમાં નિર્ણય, કુંવારા-છૂટાછેડાવાળાને નહીં મળે પેન્શન

PC: m.economictimes.com

હરિયાણા સરકારે કુંવારાઓને પેન્શન આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ પેંશ લેવા માટે પાત્ર કોણ હશે? સરકારે નિયમ અને શરતો લગાવી છે. સરળ ભાષામાં કહીએ તો સરકારી પેન્શન લેવા અગાઉ કુંવારાઓને સો વખત વિચારવું પડશે. જો કે, સૌથી પહેલા તો સરકારની પરીક્ષામાં ખરા ઉતરવાનો જ મોટો પડકાર છે, ત્યારબાદ જો કોઈ તપાસમાં અપાત્ર જાણવા મળ્યું તો તેને પેન્શનનો લાભ ઉઠાવવો મોંઘો પડી જશે. સરકાર પોતે વ્યાજ સહિત રકમ વસૂલશે. હરિયાણામાં સરકારના નિયમ અને શરતો ચર્ચામાં છે.

હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર તરફથી કુંવારાઓને એક હાથમાં લાડુ આપવામાં આવી રહ્યો છે, તો ગળા પર નિયમો અને શરતોની તલવાર રાખી દેવામાં આવી છે. મનોહલ લાલ ખટ્ટર સરકારે હરિયાણામાં 1 જુલાઈથી કુંવારા લોકો માટે 2,750 રૂપિયા પ્રતિ મહિના આપવાની યોજના શરૂ કરી છે. આ સંબંધમાં હવે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. આ નિયમો અને શરતોને ફાઇનલ કરવામાં આવ્યા છે.

કુંવારાઓ માટે શું છે નિયમ અને શરતો?

જો કોઈના લગ્ન થયા નથી અને તે લિવ-ઇનમાં રહે છે તો તે પેન્શનના હકદાર નહીં હોય.

જો કોઈ છૂટાછેડાવાળું છે તો પણ તેને પેન્શન માટે પાત્ર  માનવામાં નહીં આવે.

અન્ય પેન્શન હાંસલ કરનાર વ્યક્તિ પણ આ યોજનાનો લાભ મેળવવાના હકદાર નહીં હોય.

જો કોઈ કુંવારું છે અને બાદમાં તેના લગ્ન થઈ જાય છે તો સરકારને જાણકારી આપવી પડશે, નહિતર કાર્યવાહી કરવામાં આવશે.

પેન્શન માટે એ જ પાત્ર હશે, જે કુંવારા હોય એટલે કે જો પેન્શન મેળવવી હોય તો લગ્ન કરેલા ન હોવા, પહેલી શરત છે.

જો લાભાર્થી સામાજિક ન્યાય અને અધિકારિતા નિર્દેશલયને સૂચિત કર્યા વિના લગ્ન કરશે તો તેમને દંડિત કરવામાં આવશે.

એવા લોકો પાસે પેન્શનની પૂરી ધનરાશિ વસૂલવામાં આવશે અને 12 ટકા વ્યાજ વસૂલવાનો નિયમ બનાવ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ પરિવાર ઓળખ પત્રના આધાર પર પેન્શન ઓળખ પત્ર તૈયાર કરશે.

લાભાર્થીની ઉંમર 45 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

લાભાર્થીની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

લાભાર્થીએ પોતાનું ઓળખ પત્ર દર મહિનાની 10 તારીખ અગાઉ જમા કરાવવું પડશે.

એક પેન્શન ID બનાવવામાં આવશે અને પેન્શનની રકમ આપવા અગાઉ લાભાર્થી પાસેથી સહમતી લેવામાં આવશે.

પેન્શન દર મહિનાની 7 તારીખે વિતરીત કરવામાં આવશે.

આ પેન્શનનો લાભ એ વિદુરને પણ આપવામાં આવશે, જેની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી છે.

લાભાર્થીની ઉંમર 60 વર્ષ થઈ ગયા બાદ પેન્શન ઓટોમેટિક જ વૃદ્ધાવસ્થા યોજનામાં પરિવર્તિત થઈ જશે.

હરિયાણામાં 70,687 અપરિણીત કે કુંવારા લોકો છે. તેમાંથી 5,687 વિદુર છે. જે નવી પેન્શન યોજના માટે પાત્ર હશે. સરકારે એ પણ પષ્ટ કર્યું છે આ યોજના વિધવાઓ માટે ઉપલબ્ધ નહીં રહે. રાજ્ય સરકાર પહેલાથી જ વિધવા પેન્શન યોજના ચલાવે છે. દરેક લાભાર્થીને 2,750 રૂપિયાનું માસિક પેન્શનથી રાજ્યના ખજાના પર 240 કરોડ રૂપિયા કરતા વધુનો વાર્ષિક બોઝ પડશે. સરકારની આ યોજનાને વિધાનસભાની ચૂંટણી સાથે સાથે હરિયાણાના ખરાબ લિંગ અનુપાતમાં સુધારણા પ્રયાસના રૂપમાં પણ જોવામાં આવી રહી છે.

હરિયાણા સરકાર પહેલાથી રાજ્યના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, દિવ્યાંગ અને ટ્રાન્સજેન્ડરોને પેન્શન આપી રહી છે. હાલમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વૃદ્ધાવસ્થા પેન્શનમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. હવે વૃદ્ધોને દર મહિને 3,000 રૂપિયા દર મહિને આપવાની જાહેરાત પણ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp