ન્યાયતંત્ર પર કોઈ દબાણ નથી, ચૂંટણી પંચનો નિર્ણય આનો પુરાવો છે: CJI DY ચંદ્રચુડ

મીડિયા દ્વારા આયોજિત એક કોન્ક્લેવમાં પહોંચેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ DY ચંદ્રચુડે ન્યાયતંત્રને લગતા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. કોર્ટમાં પેન્ડિંગ કેસોનો ઉલ્લેખ કરતા જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, અમારી પાસે કેસોનો ઘણો બૅકલોગ છે અને તે લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ પણ દર્શાવે છે. જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, જિલ્લા ન્યાયતંત્રમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, જેમાં સુધારાની જરૂર છે.

CJIએ કહ્યું, 'જજ તરીકે મારી 23 વર્ષની કારકિર્દીમાં મને કોઈએ કહ્યું નથી કે, કેસનો નિર્ણય કેવી રીતે લેવો.' કાયદા મંત્રી કિરેન રિજિજુ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું કાયદા મંત્રી સાથેના મુદ્દાઓમાં પડવા માંગતો નથી, અમારી ધારણાઓમાં ઘણો તફાવત છે. તેમણે કહ્યું કે, સરકાર તરફથી ન્યાયતંત્ર પર કોઈપણ પ્રકારનું દબાણ નથી. CJIએ કહ્યું કે, ચૂંટણી પંચ (EC)નો નિર્ણય એ વાતનો પુરાવો છે કે ન્યાયતંત્ર પર કોઈ પ્રકારનું દબાણ નથી.

તેમણે કહ્યું, 'આપણે ભારતીય ન્યાયતંત્રને વધારે આધુનિક બનાવવાની જરૂર છે, અમારું મોડેલ અંગ્રેજો પાસેથી વારસામાં મળેલા સંસ્થાનવાદી મોડેલ પર આધારિત છે. ન્યાય એ માત્ર એક સાર્વભૌમ કાર્ય નથી. આગામી 50-75 વર્ષમાં આપણે ભારતીય ન્યાયતંત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવું પડશે. અમે રોગચાળા દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર જે પ્રકારનું કામ કર્યું તે વિશ્વના કોઈપણ ભાગમાં અભૂતપૂર્વ છે.'

આધુનિક ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, ‘આપણે કોવિડ સિવાયની ટેક્નોલોજીને જોવાની જરૂર છે અને ભારતીય ન્યાયતંત્રને આધુનિક બનાવવાની જરૂર છે. અમે બંધારણીય બેંચના કેસોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છીએ. લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા નાગરિકો માટે કોર્ટ ખોલવી એ મારા મિશનનો એક ભાગ છે.'

CJI DY ચંદ્રચુડે કહ્યું કે, મારા માટે ન્યાય માત્ર સાર્વભૌમ કાર્ય નથી, પરંતુ તે એક આવશ્યક સેવા પણ છે, જે અમે અમારા નાગરિકોને પ્રદાન કરીએ છીએ. કોર્ટની કાર્યવાહી દરમિયાન અંગ્રેજીના ઉપયોગ પર CJI ચંદ્રચુડે કહ્યું, 'અમારે લોકો જે ભાષા સમજે છે તેના માધ્યમથી તેમના સુધી પહોંચવાની જરૂર છે.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.