અતીકને UP લાવવા પર કેન્દ્રીયમંત્રીએ કહ્યું- ગાડી પલટી જાય તો યોગીની જવાબદારી નથી

PC: varthabharati.in

સાબરમતી જેલમાં સજા કાપી રહેલા  ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહમદને ઉમેશ પાલ હત્યા કેસમાં પુછપરછ માટે લઇ જવા માટે UP પોલીસ રવિવારે અમદાવાદ આવી હતી અને બપોરે અતીકને લઇને UP પોલીસ બાય રોડ પ્રયાગરાજ જવા રવાના થઇ ગઇ હતી. હવે એ બાબતે રાજકારણ ગરમાયું છે કે અતીકને  લઇ જઇ રહેલું વાહન પલટી ન ખાઇ જાય અને વિકાસ દુબેની જેમ અતીકનું પણ એન્કાઉન્ટર ન થઇ જાય. આ વિશે ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું છે કે, રસ્તામાં ગાડી પલટી ખાઇ જાય તેમાં  CM યોગી  કોઇ જવાબદારી નથી આવતી.

ગેંગસ્ટર અતીક અહમદને લઇને ઉત્તર પ્રદેશની પોલીસ રવિવારે બપોરે રવાના થઇ છે. ઉત્તર પ્રદેશની 45 પોલીસની ટીમ અમદાવાદ સાબરમતી જેલમાં આવી હતી જેનું નેતૃત્વ DCP રેન્કના અધિકારી કરી રહ્યા છે. આ બાહુબલીને 2 વજ્ર વાહનો સહિત 6 ગાડીઓના કાફલા સાથે પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો છે. પોલીસ બાય રોડ નિકળી છે અને પ્રયાગરાજ પહોંચતા 36 કલાકનો સમય થશે.

યુપીમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં પૂછપરછ માટે બાહુબલી અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. આ અંગે તમામ પ્રકારની ચર્ચાઓ અને રાજકારણ ગરમાયું છે. હવે બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષના નિવેદનબાજી પર ટોણો માર્યો છે. ગિરિરાજ સિંહે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રોડ ઇન્સ્પેક્ટર નથી જે ખાતરી આપી શકે કે જે પોલીસ વાહનમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને લાવવામાં આવી રહ્યો છે, તેના 2020માં વિકાસ દુબે જેવા હાલ થયા હતા તે નહીં થાય.

કાનપુરમાં બિકરુ કાંડની ઘટના બાદ ફરાર થયેલો વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ત્યારપછી પોલીસ વાન જેમાં વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો તે પલટી ગઈ. આ દરમિયાન કારમાંથી ભાગી જતા વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું હતું. હવે યુપી પોલીસ ગેંગસ્ટર અતીકને ગુજરાતની જેલમાંથી રોડ માર્ગે પ્રયાગરાજ લાવવાની તૈયારી કરી રહી છે. આમાં લગભગ 36 કલાક લાગી શકે છે. આવી સ્થિતિમાં, સપા પ્રમુખ અખિલેશ યાદવે યુપી સરકાર પર કટાક્ષ કર્યો અને કહ્યું- મુખ્યમંત્રીએ તેમના મંત્રીઓને કહ્યું હશે કે વાહન પલટી જશે, તેથી જ તેમના મંત્રીઓ આવા નિવેદનો આપી રહ્યા છે.

ગિરિરાજ સિંહે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની મજબુત સરકારને કારણે અતીક અહમદને ચોકક્સ એવો ડર હશે કે તેના જીવને જોખમ આવી શકે છે. પણ, રસ્તામાં ગાડી પલટી જાય તેના માટે CM યોગી જવાબદાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp