26th January selfie contest

સોશિયલ મીડિયા સ્ટાર લીના નાગવંશીનું રહસ્મય મોત, ન કોઇ સ્યુસાઇડ નોટ કે નહીં સુરાગ

PC: instagram.com/leena_nagwanshi/?hl=en

મંગળવારે જ્યારે મુંબઈમાં ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી એક યુવતી મુંબઈથી 1320 કિલોમીટર દૂર છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં જીવનનો અંત આણી રહી હતી. જેમ તુનિષાએ ફાંસી લગાવીને મોતને ભેટી હતી. અમે વાત કરી રહ્યા છીએ લીના નાગવંશીની. જેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ આ મામલે પોલીસના હાથ હજુ પણ ખાલી છે. લીનાનું મોક એક રહસ્ય બની રહ્યું છે, કારણકે પોલીસને ન તો કોઇ સ્યુસાઇડ નોટ મળી છે ન તો મોતની કોઇ ક્લૂ મળી છે.

આત્મહત્યા કરનાર લીના નાગવંશી માત્ર 22 વર્ષની હતી. તે તેના પરિવાર સાથે રાયગઢની કેલો વિહાર કોલોનીમાં રહેતી હતી. લીના સોશિયલ મીડિયા સ્ટાર હતી. તે ઘણીવાર પોતાની તસવીરો, વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહેતી હતી. તે બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 11 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેની દરેક તસવીર અને પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ્સની લાઈન લાગતી હતી. તેથી જ તે સ્થાનિક સેલિબ્રિટી બની ગઈ હતી.

રોજની જેમ, 27 ડિસેમ્બર 2022ની સવારે, લીના સમયસર ઉઠી. પરિવારના સભ્યો પણ ઘરે હતા. થોડા સમય પછી તે તેના રૂમમાં ગઈ અને લાંબા સમય સુધી બહાર ન આવી.ઘણા સમય પછી જ્યારે પરિવારના સભ્યો તેના રૂમમાં ગયા અને લીનાને ગળામાં ફાંસો લગાવી છત પરથી લટકેલી જોઈ. આ દ્રશ્ય જોઈને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. લીનાએ તુનિષા શર્માની જેમ જ પોતાના દુપટ્ટા વડે ફાંસી લગાવી દીધી હતી. પરિવારના સભ્યોએ તેને જીવતી માની અને ઉતાવળે તેને ફાંસીમાંથી નીચે ઉતારી હતી.

ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. લીના આ દુનિયા છોડી ગઈ હતી. યુવાન પુત્રીના મોતથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજુબાજુના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. આ અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ લીનાના ઘરે પહોંચી હતી. પોલીસને લીનાની લાશ બેડ પર પડેલી મળી. કારણ કે ઘરના સભ્યો તેને પહેલેથી જ નીચે ઉતારી દીધી હતી.

પોલીસે લીનાના રૂમની ઝીણવટભરી તપાસ કરી અને તેની તલાશી લીધી. પરંતુ પોલીસને ત્યાંથી કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હતી. ચક્રધર નગરના સબ-ઇન્સ્પેક્ટર દિનેશ બોહિદરે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે કેલો વિહાર કોલોનીમાં રહેતી 22 વર્ષીય લીનાએ પોતાના ઘરની છત પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. ત્યારપછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લીનાની ડેડ બોડીને કસ્ટડીમાં લીધી. તપાસ અને રૂમની તલાશીમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે એ પછી તેણીના મોતની સાચું કારણ જાણવા મળશે. ઘટના સ્થળે થી પોલીસે દુપટ્ટો અને લીનાનો ફોન કબ્જે કરી લીધો છે. પોલીસ માની રહી છે કે અંગત કારણોસર લીના પરેશાન હતી, એના લીધે આત્મહત્યા કરી હોય શકે છે.

મોતના એક દિવસ પહેલા લીનાએ ક્રિસમસના દિવસે ઇન્સ્ટાગ્રામા પર પોતાની છેલ્લી રીલ શેર કરી હતી. છેલ્લી રીલમાં તે બ્લેક ડ્રેસમાં ટેડી બેર સાથે રમતી જોવા મળી હતી અને તરત પછી સાંટાના લૂકમાં જોવા મળી હતી. પોલીસ માટે લીનાનું મોત એક રહસ્ય બની ગયું છે. પોલીસ પ્રેમ, દગો, બ્લેકમેલીંગ, કોઇએ મોત માટે મજબૂર કરી એવા બધા એંગલ પર તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp