પગમાંથી લોહી નીકળતું રહ્યું, 270 રૂપિયા મળ્યા ત્યારે ડોક્ટરે ટાંકા લગાવ્યા

UPમાં આવેલી હમીરપુર જિલ્લાની જિલ્લા હોસ્પિટલ (દીવાન શત્રુઘ્ન સિંહ સદર હોસ્પિટલ)માં, ઇમરજન્સી ફરજ પરના હાજર ડૉક્ટરો લાંચ (પૈસા) લીધા વગર દર્દીઓની સારવાર કરતા નથી. દર્દીને ગમે તેટલી પીડા થાય અને તેનું કેટલું પણ લોહી સતત વહેતું રહે, ડૉક્ટરો પૈસા લીધા વગર તેની સારવાર કરતા નથી. તાજેતરમાં જ પગમાં ઈજાની સારવારના નામે ઈમરજન્સી ડ્યુટી પર હાજર રહેલા ડોક્ટરે દર્દી પાસેથી ઈલાજ કરવાના રૂ.270 વસૂલ્યા હતા. જ્યાં સુધી યુવકે પૈસા ન આપ્યા ત્યાં સુધી તેઓએ તેને હાથ પણ લગાવ્યો ન હતો. આ દરમિયાન યુવકના પગમાંથી સતત લોહી વહી રહ્યું હતું. આ અંગે યુવકે CMSને ફરિયાદ કરી હતી. ત્યાર પછી ડોક્ટરે તેના પૈસા પરત કર્યા હતા. આ મામલે તબીબ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
હમીરપુર શહેરના ગૌરા દેવી મહોલ્લામાં રહેતા સાગરના પુત્ર શુભ યાદવ (20)ને પગમાં પતરું લાગી ગયું હતું, જેના કારણે ઘણો ઊંડો ઘા થઇ ગયો હતો. તેઓ બપોરના એક વાગ્યે જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર ડૉ.A.K. સિંહ હાજર હતા. જ્યારે ઘાયલ યુવકે પોતાની પીડા ડોક્ટરને જણાવી, ત્યારે તેને ઓપરેશન થિયેટરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં પગના ટાંકા લગાવવા પડશે અને તે માટે 270 રૂપિયા માંગવામાં આવ્યા હતા. દર્દી પાસે ત્યારે પૈસા ન હતા, તેના કારણે ડોક્ટરોએ ટાંકા લેવાની ના પાડી દીધી.
ખુબ જ લોહી વહી રહ્યું હોવાનું કહીને દર્દીએ ડોક્ટર પાસે મોબાઈલ ગીરો રાખવાની ઓફર કરી હતી, પરંતુ તેમાં પણ ડોક્ટરો માન્યા ન હતા. જ્યાં સુધી 270 રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી ત્યાં સુધી તેને ટાંકા લગાવવામાં આવ્યા નહોતા અને આ સમયગાળા દરમિયાન દર્દીના ઘામાંથી ઘણું લોહી વહેતું રહ્યું હતું,
મલમ પેટ્ટી કરાવ્યા પછી દર્દી શુભે ડોક્ટરના આવા વર્તન અંગે મુખ્ય તબીબી અધિક્ષક ડો.વિનય પ્રકાશને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ બાબતે પીડિતને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપતાં તેમણે ડૉક્ટરને દર્દીને 270 રૂપિયા પાછા આપવાનું કહ્યું હતું.
CMS વિનય પ્રકાશનું કહેવું છે કે, આ મામલે ડોક્ટર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. તેના પર કાર્યવાહી કરવામાં આવશે. દર્દીઓ અને ઘાયલો સાથે આવું વર્તન કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp