4 વર્ષથી ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓની આપવીતિ, ઉંમર નીકળી રહી છે સેનામાં..

PC: ndtv.in

ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો એક ખૂબ મોટો મુદ્દો છે. બનારસના હરિશ્ચંદ્ર કૉલેજ પાસે એક કેમ્પસમાં સેનામાં ભરતી માટે અભ્યાસ કરવા આવેલા યુવાનોની આ જ કહાની છે. આ યુવાનો સેનામાં ભરતી થવાનું સપનું જોઈ રહ્યા છે અને દિવસ-રાત મહેનત પણ કરી રહ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે સેનામાં ભરતી નીકળી નથી. જેના કારણે તેઓ પરેશાન છે. આ યુવાનોને ડર છે કે રાહ જોતા જોતા સેનામાં ભરતી થવાની તેમની ઉંમર પૂરી ન થઈ જાય.

મેદાનમાં ભરતી કરવા આવેલા મનુ કુમાર યાદવે જણાવ્યું કે 3 વર્ષોથી તે સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યો છે. જ્યારે ભરતી નીકળે છે તો અભ્યાસ કરવા માટે અહીં 150 જેટલા યુવાનો આવી જાય છે પરંતુ ભરતી ન નીકળવાના કારણે આ સંખ્યા હવે લગભગ 50 રહી ગઈ છે. તો ઘણા વર્ષોથી આર્મીમાં નોકરી ન નીકળવાના કારણે મનુ ખૂબ પરેશાન છે. તેના જણાવ્યા મુજબ ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને પરિવારજનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેનું માત્ર એક જ લક્ષ્ય છે કે તે ભારતીય સેનામાં ભરતી થઈ શકે અને રોજગાર મેળવી શકે.

મનુએ જણાવ્યું કે રજીસ્ટ્રેશન કરાવીને તેને કહી દેવામાં આવ્યું કે કોરોના વાયરસની લહેર આવી રહી છે. સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહેલા વિમલે જણાવ્યું કે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છે કે સેનામાં ભરતી નીકળે પરંતુ કોરોના વાયરસના કારણે ભરતીઓ નીકળી રહી નથી. તો સંદીપ નામના યુવાને જણાવ્યું કે તે છેલ્લા 4 વર્ષથી સેનામાં ભરતી થવાની તૈયારીમાં લાગ્યો છે પરંતુ વેકેન્સી નીકળી રહી નથી. તેના જણાવ્યા મુજબ તેનું આ અંતિમ એટેમ્ટ હશે તેની ઉંમર નીકળી રહી છે. સંદીપે કહ્યું કે 3 વર્ષથી ભરતી થઈ નથી એટલે ઉંમરમાં છૂટ આપવામાં આવે. તો અન્ય એક યુવાને કહ્યું કે રેલીઓ થઈ રહી છે પરંતુ ભરતી નીકળી રહી નથી. ભરતીના સમયે કોરોના આવું જાય છે.

થોડા દિવસ અગાઉ રક્ષા મંત્રી આવ્યા હતા ત્યારે કેટલાક યુવાનોએ સેનામાં ભારતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે રાજનાથ સિંહે કહ્યું હતું કે તેની પ્રક્રિયા ચાલી રહી છે. આ જવાબ છતા તેઓ શાંત ન થયા તો રાજ્યના સિંહે કહ્યું હતું કે નેતાગિરીથી વાત બગડી જાય છે. હું સમસ્યાને સમજુ છું. કોરોના મહામારીના કારણે આ સમસ્યા થઈ. આપણે આવી મહામારીનો પહેલી વખત સામનો કરી રહ્યા છીએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp