લિફ્ટમાં કૂતરા બાબતે બબાલ, ડોગ માલિકે કહ્યું- તારી પત્ની કરતા સારી છું, Video

નોઇડાની સોસાયટીઓમાં પેટ ડોગને લઇને અનેક વિવાદોના વીડિયો સામે આવી ચૂક્યા છે. આ વખતે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક મહિલા પેટ ડોગ સાથે લિફ્ટમાં હતી તે વખતે લિફ્ટમાં દાખલ થયેલા એક દંપતિએ ડોગ માલિકને કહ્યું હતુ કે. તમારા ડોગને ગળામાં લટકાવેલું માસ્ક પહેરાવી દો. પણ ડોગ માલિકે માસ્ક પહેરાવવાનો ઇન્કાર કરી દેતા વાત વણસી હતી.
જાણવા મળેલી વિગત મુજબ આ ઘટના નોઇડાની લોજિક્સ સોસાયટીનો છે.સોસાયટીમાં રહેતી એક ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે લિફ્ટમાં દાખલ થઇ તો લિફ્ટમાં પેટ ડોગ સાથે એક મહિલા હતી. પેટ ડોગના ગળામાં માસ્ક લટકાવેલું હતું, પરંતુ મોંઢા પર પહેરાવ્યું નહોતું. દંપતિએ ડોગ માલિકને કહ્યુ કે, આ ડોગને માસ્ક પહેરાવી દો કે જેથી તે કોઇને કરડે નહીં. આ વાત સાંભળીને ડોગ ઓનર ભડકી ગઇ અને તેણીએ કુતરાને માસ્ક પહેરાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
लिफ्ट में डॉग लेकर चढ़ी इस महिला को सिर्फ मास्क पहनाने के लिए बोला गया, जो डॉग के गले में था. ये मास्क नहीं पहनाने पर अड़ गई और बदतमीज़ी भी करने लगी. लोगों का ऐसा रवैया सोचने पर मजबूर कर देता है कि हम कैसे समाज में जी रहे हैं. घटना Noida 137 Logix society की है.@noida_authority pic.twitter.com/4LEWM0b8u0
— Arzoo Sai (@arzoosai) July 6, 2023
આ વિશે બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો હતો.ડોગ માલિકે કહ્યું કે, તમારા જેવા લોકોને જ કુતરાં કરડે છે. એ પછી કપલે કહ્યુ કે નોઇડામા ડોગ બાઇટના કેસો વધી રહ્યા છે અને અહીં આ કુતરાંને માસ્ક લગાવવા તૈયાર નથી. કેવી મહિલા છે આ? જેના પર ડોગ માલિકે કહ્યું કે, તારી પત્ની કરતા તો સારી જ છું.
આ ઘટના વિશે પોલીસે કહ્યું કે સોશિયલ મીડિયા દ્રારા ઘટનાની જાણ થઇ છે, પરંતુ પોલીસમાં કોઇ લેખિત ફરિયાદ આવી નથી. પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના પછી મહિલાએ ટવીટ કરીને વીડિયો શેર કર્યો હતો અને લખ્યું કે, લિફ્ટમાં દંપતિએ મને અપશબ્દો કહ્યા એટલે હું અસહજ થઇ ગઇ હતી.
નોઈડામાં ભૂતકાળમાં કૂતરા કરડવાની ઘટનાઓ વધી હતી. આ અંગે અનેક હાઉસિંગ સોસાયટીના લોકોએ ઓથોરિટીને પાલતુ પ્રાણીઓ માટે નવા નિયમો બનાવવા જણાવ્યું હતું. આ પછી નોઈડા ઓથોરિટીએ નોઈડામાં નવી ડોગ પોલિસી લાગુ કરી હતી. જો કે, નવી ડોગ પોલિસી લાગુ થયા બાદ ફરી એકવાર પેટ્સ ડોગ વિશે ચર્ચા શરૂ થઈ છે.
આજકાલ કુતરા પાળવાનું ચલણ વધી ગયું છે અને સોસાયટીઓમાં પેટ ડોગને કારણે કોઇકને કોઇક બાબતે બબાલ થતી રહે છે, કારણકે એવા પણ લોકો હોય છે જે પેટ ડોગ તેમને ગમતા હોતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp