અહીં રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો જવું પડશે જેલ, તંત્રએ બનાવ્યા કડક નિયમો

ભારતમાં રખડતા ઢોર-ગાયોનો પ્રશ્ન સૌથી મોટો છે. રસ્તાઓની વચ્ચે આ પશુઓનું ટોળું બેસેલું જોવા મળી આવે છે. જેને લઇ ઘણા અકસ્માતો પણ સર્જાય છે. એટલું જ નહીં ઘણાં કિસ્સાઓમાં તો લોકોનો જીવ પણ ગયો છે. દેશમાં કેટલાય રાજ્યોમાં આ એક મોટો પ્રશ્ન છે. પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. તંત્ર થોડા સમય માટે કડક નિયમો તો બનાવી દે છે પણ વિરોધ થતાં તેનો અમલ કરવામાં આવતો નથી. જેનું પરિણામ એ આવે છે કે રખડતા પશુઓ રસ્તાઓ પર જ્યાં ને ત્યાં જોવા મળી આવે છે. જેને લીધે મોટા અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ પેદા થાય છે.
રસ્તા પર રખડતા પશુઓથી છૂટકારો મેળવવા માટે નોઇડા ઓથોરિટી દ્વારા ઘણા પ્રકારના કડક નિયમો ઉઠાવવામાં આવી રહ્યા છે. તંત્રની ટીમ પાસેથી પશુઓને છોડાવવા માટે હવે પશુઓના માલિકો પાસેથી પહેલીવાર 10 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે. દંડની વધુ રાશિ 20 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને પશુના માલિક સામે કેસ પણ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ કેસમાં માત્ર 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો અને કેસ દાખલ કરવાની કોઈ જોગવાઇ નહોતી.
નોઇડા ઓથોરિટીના મુખ્ય કાર્યપાલક અધિકારી ડૉ. લોકેશ અઠવાડિયામાં 3-4 દિવસ ફીલ્ડમાં જઇને નીરિક્ષણ કરી રહ્યા છે. દરેક વખતે તેમને રસ્તાઓ પર પશુઓ નજર આવે છે. જેને કારણે અવ્યવસ્થા અને ટ્રાફિક સર્જાય છે. ભંગેલ રોડ પર નીરિક્ષણ દરમિયાન વધારે સંખ્યામાં પશુઓ જોવા મળ્યા. તેને કારણે રસ્તા પર ટ્રાફિક જોવા મળ્યો અને અવ્યવસ્થા સર્જાઇ. કાર્યપાલક અધિકારીએ જન સ્વાસ્થ્ય વિભાગને ફટકાર લગાવતા દંડની રાશિ વધારવાનો નિર્ણય લીધો અને FIR દાખલ કરાવવાની વાત કરી.
જનસ્વાસ્થ્ય વિભાગના ઓફિસરોનું કહેવું છે કે, રખડતા પશુઓને રાખવા માટે સેક્ટર 14A શનિ મંદિરની પાસે અને સેક્ટર 135માં ગૌશાળા બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દંડ લેવાની સાથે માલિકો પાસેથી શપથ પત્ર લેવામાં આવતો હતો. પણ હવે દંડની રકમ વધારી દેવામાં આવી છે. સાથે જ જો વારે વારે તેમના તરફથી આવી સ્થિતિ પેદા કરવામાં આવશે તો પશુ માલિકો સામે FIR પણ દાખલ કરવામાં આવશે.
જણાવીએ કે, ભારતમાં એમ પણ રખડતા પશુઓની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. જોવામાં આવ્યું છે કે દૂધ ધાવણ પછી માલિક ગૌવંશને રસ્તા પર છોડી દે છે, જેને કારણે અવ્યવસ્થા પેદા થાય છે. પહેલીવાર 10 હજાર, બીજી વાર નિયમનો ભંગ કરવા પર 15 હજાર રૂપિયા અને ત્રીજી વાર નિયમનો ભંગ કરવા પર 20 હજાર રૂપિયા દંડ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ FIR દાખલ કરવાની વાત કહેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp