લિફ્ટમાં કૂતરાને લઇ જવા પર વિવાદઃ IASએ મહિલાને માર્યો તમાચો, જુઓ Video

PC: englishtribuneimages.net

ઉત્તર પ્રદેશના નોઇડામાં ફરી એકવાર પૉશ સોસાયટીની લિફ્ટમાં શ્વાનને લઇ જવાને લઇ વિવાદ સામે આવ્યો છે. આ વખતે રિટાયર્ડ IAS અને એક મહિલા વચ્ચે મારપીટ થઇ. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શ્વાનને લિફ્ટમાં લઇ જવા પર આ વિવાદ થયો છે.

નોઇડાની એક હાઉસિંગ સોસાયટીની લિફ્ટમાં શ્વાનને લઇ જવાને લઇ બે લોકોની વચ્ચે વિવાદ થયો. સોસાયટીમાં રહેનારા એક રિટાયર્ડ IASએ મહિલાને શ્વાનને લિફ્ટમાં લઇ જવા પર ના પાડી અને બહાર નીકળવા કહ્યું. આ વાત પર બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. રિટાયર્ડ ઓફિસરે જ્યારે આ ઘટનાનો વીડિયો બનાવવાની કોશિશ કરી તો ગુસ્સામાં આવેલી મહિલાએ તેમનો ફોન છીનવીને ફેંકી દીધો. ત્યાર પછી બંને વચ્ચે મારામારી થઇ.

ઓફિસરે મહિલાને માર્યો તમાચો

લડાઈની આ ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ. હવે મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના નોઇડાના સેક્ટર 108ની પાર્ક લોરિએટ્ સોસાયટીનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મહિલા પોતાના શ્વાનને લિફ્ટમાં લઇ જવા માગે છે, જ્યારે રિટાયર્ડ ઓફિસર તેનો વીડિયો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યાર પછી મહિલા ઓફિસરનો ફોન છીનલી લે છે. તો ઓફિસર મહિલાને તમાચો મારી દે છે.

જોતજોતામાં બંને વચ્ચે મારપીટ શરૂ થઇ જાય છે. ત્યાર બાદ મહિલાનો પતિ લિફ્ટમાં આવીને ઓફિસરની સાથે મારપીટ કરે છે. આ ઘટનાની ખબર પોલીસને આપવામાં આવે છે. ત્યાર પછી પોલીસ ઘટના સ્થળે આવીને વાયરલ થયેલા વીડિયોની સાથે સીસીટીવી વીડિયો ફૂટેજને પણ ચેક કરે છે. જોકે, આ કિસ્સામાં બંને પક્ષોએ લેખિત કરાર કરતા કોઇપણ રીતની કાર્યવાહી ન કરવાની વાત કહી છે. જ્યારે પોલીસ આ મામલે તપાસ ચાલુ રાખવાની વાત કહી રહી છે.

જણાવીએ કે, નોઇડાની હાઈરાઇઝ સોસાયટીમાં મોટેભાગે આ રીતના મામલા જોવા મળી રહ્યા છે. આ પહેલા ગોર સિટીના 7th એવેન્યૂમાં પણ આ રીતો મામલો સામે આવ્યો હતો. જ્યાં એક યુવક પોતાના શ્વાનને લિફ્ટની અંદર લઇ જાય છે તો ત્યાં પહેલાથી મોજૂદ બાળક ડરીને રડવા લાગે છે. જ્યારે બાળકની માતા કહ્યું કે તમે બીજી લિફ્ટથી આવો તો યુવક તેમની સાથે બાખડી પડે છે અને એજ લિફ્ટમાં જવાની જિદ્દ કરે છે. ગાર્ડના ટોકવા પર યુવક તેની સાથે પણ લડે છે. પછી જ્યારે અન્ય એક મહિલાએ પણ તેને ટોક્યો અને કહ્યું કે તેનો વીડિયો બનાવી લીધો છે તો યુવક ત્યાંથી જતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp