શાળાની શિક્ષિકાએ કાપી દીધા 12 વિદ્યાર્થીઓના વાળ, ગુસ્સે ભરાયા વાલી, જાણો કારણ

ઉત્તર પ્રદેશના નોઇડાની શાળાથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષિકાએ 12 વિદ્યાર્થીઓના વાળ કપાવી દીધા. બાળકોના વાલી એ વાતથી ગુસ્સે ભરાઈ ગયા અને તેઓ બધા શાળા બહાર હોબાળો કરવા લાગ્યા. ત્યારબાદ ખાનગી શાળાના મેનેજમેન્ટે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા. આવો તો આ આર્ટિકલમાં જાણીએ કે શિક્ષિકાએ બાળકો સાથે એક શા માટે કર્યું?
આ ઘટના નોઇડા સેક્ટર 168 સ્થિત શાંતિ ઇન્ટરનેશનલ શાળાની છે. અહીં એક શિક્ષિકાએ 12 બાળકોના વાળ કાપી દીધા. વિદ્યાર્થી જ્યારે પોતાના ઘરે પહોંચ્યા તો પરિવારજનોના હોશ ઊડી ગયા. ત્યારબાદ બાળકોની આખી કહાની સામે આવી ગઈ. તેના પર બધા વાલી એક્સપ્રેસવે પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પોલીસને લેખિતમાં ફરિયાદ આપી. સાથે જ શાળાએ જઈને જોરદાર હોબાળો કર્યો. ઘટનાની ગંભીરતા જોતા શાળા મેનેજમેન્ટે શિક્ષિકા સુષ્માને સસ્પેન્ડ કરી દીધી.
આ ઘટના 2 દિવસ અગાઉ એટલે કે બુધવારની છે. બાળકોના વાળ કાપવાના વિરોધમાં વાલીઓ ગુરુવારે શાળાએ પહોંચી ગયા અને ત્યાં જોરદાર હોબાળો કરવા લાગ્યા. વાલીઓનો વિરોધ જોતા ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ. નોઇડાના એડિશનલ DGP શક્તિ મોહન અવસ્થીએ કહ્યું કે, ઘટના બાબતે જાણકારી મળ્યા બાદ સ્થાનિક રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં શાળા મેનેજમેન્ટ અને 12 બાળકોના વાલીઓ સાથે આ બાબતે વાતચીત કરી. ત્યારબાદ શાળામાં શિક્ષિકાની સેવાઓને તાત્કાલિક સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
શાળાની શિક્ષિકાએ બાળકોના વાળ શા માટે કાપ્યા? તેના જવાબમાં એડિશનલ DCP શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું કે, તે શાળાની અનુશાસન પ્રભારી હતી. તે આ વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા દિવસોથી વાળ કાપવા કહી રહી હતી, પરંતુ બાળકો વાળ કપાવી રહ્યા નહોતા. ત્યારબાદ શિક્ષિકાએ તેમને અનુશાસીત કરવા માટે પોતે જ તેમના વાળ કાપી દીધા. એ વાત પર હોબાળો થઈ ગયો. વાલીઓનું કહેવું હતું કે એવું શિક્ષિકાએ અનુશાસનના નામ પર વિદ્યાર્થીઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે. શહેરની પ્રખ્યાત શાળામાં બાળકોના વાળ કાપવાની ચર્ચા ઠેર ઠેર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp