ભારતના આ શહેરમાં નોરોવાયરસનો વિસ્ફોટ, 19 વિદ્યાર્થીઓ સંક્રમિત, ઓનલાઈન ક્લાસ શરૂ

PC: bbc.com

દેશ અને દુનિયામાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ દેશમાં નોરો વાયરસના એક સાથે 19 કેસ સામે આવતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેરળના અર્ણાકુલમમાં એક સાથે 19 વિદ્યાર્થીઓ નોરોવાયરસથી સંક્રમિત થયા છે. સાવચેતીના ભાગ રૂપે ત્યાં ઓનલાઇન ક્લાસ શરૂ કરાયા છે. આ પહેલા પણ કેરળમાં આ વાયરસના કેસ સામે આવ્યા છે. પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકોને ચેપ લાગવાથી તણાવ વધી ગયો છે.

કેરળમાં નોરોવાયરસના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારને ચિંતામાં મૂકી દીધી છે. અગાઉ માત્ર બે કેસ નોંધાયા હતા, હવે અર્ણાકુલમમાં 19 વિદ્યાર્થીઓ નોરોવાયરસથી સંક્રમિત થયા છે. આ વાયરસથી ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શાળા પ્રશાસન ચિંતામાં મુકાઈ ગઇ છે. સાવચેતી રાખીને એકથી પાંચમા ધોરણ સુધીના વર્ગો ઑનલાઇન મોડમાં શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તેના સ્તરે વધુ પગલાં લેવા જઈ રહી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કેરળમાં નોરોવાયરસનો પહેલો કેસ નવેમ્બર 2021માં સામે આવ્યો હતો. ત્યારબાદ વાયનાડમાં એક વેટરનરી કોલેજના 13 વિદ્યાર્થીઓ આ વાયરસથી સંક્રમિત થયા હતા. ઉલ્ટી અને ઝાડા આ વાયરસના મુખ્ય લક્ષણો છે. નોરોવાયરસથી કોઈ વ્યક્તિ તેના જીવનકાળમાં ઘણી વખત સંક્રમિત થઈ શકે છે. કારણ કે તેના ઘણા પ્રકાર છે. ઉલ્ટી, ઝાડા, પેટમાં દુઃખાવો અને ઉબકા તેના મુખ્ય લક્ષણો છે. ક્યારેક દર્દીને તાવ, માથાનો દુઃખાવો અને શરીરના દુઃખાવાની ફરિયાદ પણ થઈ શકે છે. જો આ વાયરસથી ચેપ લાગે છે, તો પેટ અથવા આંતરડામાં બળતરા થઈ શકે છે. ચેપ લાગ્યાના 12 થી 48 કલાક પછી તેના લક્ષણો દેખાવા લાગે છે. એકથી ત્રણ દિવસમાં તેનાથી રાહત પણ મળવા લાગે છે.

અહીં એ સમજવું જરૂરી છે કે, નોરોવાયરસ બગડેલા ખોરાક અને પાણી દ્વારા ફેલાઈ શકે છે. બીજી તરફ આજુબાજુ ગંદકીના ઢગલા હોય, ગટરની સફાઈ ન થાય તો પણ નોરોવાયરસ ફેલાવાનો ભય રહે છે. નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. ડૉક્ટર્સ કહે છે કે, જો કોઈને નોરોવાયરસનો ચેપ લાગે છે તો તેણે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ. તેનું કારણ એ છે કે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાના બાળકોમાં આ વાયરસ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. બીજી તરફ, જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગથી પીડિત હોય, તો તેનામાં લક્ષણો વધુ દેખાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp