Royal Enfield નહીં પરંતુ રાહુલ ગાંધીને પસંદ છે આ બાઈક

PC: abplive.com

કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રાને લઈને ચર્ચામાં છે. શું તમને ખબર છે કે રાહુલ ગાંધીને કંઈ બાઈક સૌથી વધારે પસંદ છે. એ પહેલા કે તમે કોઈ નિર્ણય પર પહોંચો, તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી આ વખતે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ યાત્રા દરમિયાન તેમને બુલેટ ચલાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની પસંદગીની બાઈક અંગે પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. સાથે જ કાર, બાઈક અને પોતાના ડ્રાઈવિંગ શોખ અંગે પણ વાત કરી હતી.

રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન એક વિઝ્યુઅલ ઈન્ટરવ્યુંમાં જૂના જમાનાના સ્કૂટર અને બાઈક અંગે વાત કરી હતી અને સાથે એ પણ કહ્યું હતું કે તે આધુનિક ચાર-સ્ટ્રોકની તુલનામાં ટુ-સ્ટ્રોક બાઈક કેમ વધારે પસંદ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે Lambretta સ્કૂટરની સવારી કરતા મોટા થયા અને આ સ્કૂટરની રેટ્રો સ્ટાઈલ અને સરળ રાઈડિંગથી તેઓ આજ સુધી પ્રભાવિત છે.

ભારત જોડો યાત્રા દરમિયાન જ્યારે તેમનો કાફલો મધ્ય પ્રદેશમાં હતો, તેમને Royl Enfield Classic 500 બાઈકની સવારી કરતા જોવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધી હેલમેટ પહેરીને Classic 500 Dessart Storm બાઈક ચલાવવાનું શરૂ કરે છે કે તેમની પાછળ લોકો પણ દોડવા લાગે છે. ભારતીય કોંગ્રેસના સભ્ય શ્રીનિવાસન બીવીએ ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું છે- જ્યારે રાહુલ ગાંધીએ બુલેટની સવારી કરી.

તેમના આ વાયરલ વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે લંડનમાં તેમની પાસે એક બાઈક હતી, તે તેમની લાઈફો પ્રેમ છે. રાહુલે એ પણ જણાવ્યું હતું કે તેમને ગાડીઓથી પ્રેમ નથી અને ન તો Royal Enfiled પસંદ છે. આ ઈન્ટરવ્યુ તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન મુંબઈમાં મેશેબલ ઈન્ડિયાને આપ્યું હતું. પોતાના ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાસે કાર નથી, તેઓ તેમની માતાની કાર ચલાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને કારમાં કોઈ રસ નથી. પરંતુ મને ડ્રાઈવિંગમાં રસ છે. મારી પાસે એક બાઈક છે. મને જૂની Lambrettaમાં એટલી જ સુંદરતા મળે છે જેટલી R1માં. કેટલીક વાતોમાં Lambretta વધારે સુંદર છે કારણ કે તેને ચલાવવામાં ઘણી સરળતા રહે છે પરંતુ તે ઘણી ખતરનાક છે. તેમના માટે Aprilia RS 250 તેમની લાઈફનો પ્રેમ છે. તેઓ જ્યારે લંડનમાં હતા તે સમયે ઘણી વખત આ બાઈક ચલાવતા હતા. દિલ્હીનું ડ્રાઈવિંગ ઘણું ખરાબ છે આથી તેમને સાયકલ ચલાવવી વધારે પસંદ છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp