માત્ર સુવિધામાં જ નહી, કમાણીમાં પણ પાછળ છે ભારતીય એરપોર્ટ, 126 ખોટમાં ચાલે છે

PC: ndtv.in

ભારતના એરપોર્ટ વિશે એક સંસંદીય સમિતિએ સંસદમાં રજૂ કરેલા એક રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ભારતીય એરપોર્ટ માત્ર સુવિધા આપવામાં જ પાછળ નથી, પરંતુ કમાણીમાં પણ ઘણું પાછળ છે. ભારતના 126 એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યા છે.સરકાર એક તરફ નાના શહેરોમાં પણ એરપોર્ટ શરૂ કરવાની વાતો કરી રહી છે.સભા સભ્ય સુજીત કુમારની આગેવાની હેઠળની સંસદીય સમિતિએ શુંક્રવારે સંસંદમાં  રિપોર્ટ રજૂ કર્યો હતો.

ભારત સરકાર દેશના નાના શહેરોને ઝડપથી હવાઈ સુવિધાથી જોડવાનો પ્રયાસ કરી રહી છે. સામાન્ય લોકો પણ ધીમે ધીમે રેલવે અને બસને બદલે હવાઈ મુસાફરી કરવાનું પસંદ કરવા લાગ્યા છે. પરંતુ આ નવા એરપોર્ટ હાલમાં સરકાર પર બોજ બની રહ્યા છે. દેશમાં કુલ 148 એરપોર્ટ કાર્યરત છે, પરંતુ તેમાંથી માત્ર 22 એરપોર્ટ નફામાં છે અને તેમાંથી સરકારને કમાણી થઈ રહી છે, જ્યારે 126 એરપોર્ટ ખોટમાં ચાલે છે. ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંબંધિત સંસદીય સમિતિએ આ ખુલાસો કર્યો છે.

રાજ્યસભા સભ્ય સુજીત કુમારની આગેવાની હેઠળની સંસદીય સમિતિએ શુંક્રવારે સંસંદમાં રજૂ કરેલા એક રિપોર્ટમાં ટિપ્પમી કરી હતી.સંસદીય સમિતિએ કહ્યું છે કે દેશનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર, વિકાસના માર્ગ પર હોવા છતાં, ડેમોગ્રાફિક ડિવિડન્ડનો સંપૂર્ણ લાભ ઉઠાવી શક્યું નથી. કુલ 148માંથી માત્ર 22 એરપોર્ટ જ નફો કરી રહ્યા છે, જ્યારે 126 એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, ભારત જેવા વિશાળ કદના દેશ માટે સક્રિય સ્થિતિમાં એરપોર્ટની સંખ્યા ઘણી ઓછી છે. સંસદીય સમિતિએ અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર છેલ્લા બે દાયકાથી વિકાસના માર્ગ પર છે પરંતુ તે ભારતીય અર્થતંત્ર અને ડેમોગ્રાફીક ડિવિડન્ડનો પૂરો લાભ ઉઠાવી શક્યું નથી. માત્ર 22 એરપોર્ટ જ કમાણી કરવાની વાત સ્થિતિને વધારે ખરાબ કરી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર હોવા છતાં, ભારતમાં એરપોર્ટનું વિસ્તરણ એટલું ઝડપી રહ્યું નથી. તેના કારણે ભારતની હવાઈ મુસાફરીની માંગ વધી રહી છે અને ઉડ્ડયન ક્ષેત્રના વિકાસને પણ અસર થઈ રહી છે. આ સાથે સંસદીય સમિતિએ ઘણી એરલાઈન્સની ખોટનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે લાંબા ગાળે એરલાઈન્સ માટે આર્થિક ઇકોનોમિકલ ઓપરેશન અને ટકાઉપણું પર ભાર મૂકવો જરૂરી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp