અદાણી મામલે અમિત શાહ બોલ્યા-અમારી વિરુદ્ધ પુરાવા હોય તો કોર્ટ જાઓ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અદાણી મામલે કોંગ્રેસ અને હોબાળો કરનારી વિપક્ષી પાર્ટીઓ પર પલટવાર કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, જો વિપક્ષી પાર્ટીઓ પાસે કોઈ પુરાવા છે તો તેઓ કોર્ટ જાય. પુરાવાઓ વિના કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ હોબાળો કરતી રહે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપે અદાણી મામલે કશું જ ખોટું કર્યું નથી. આ કારણે પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓના આરોપોથી ક્યારેય ડરવાનું નથી. પહેલી વખત સરકાર તરફથી અદાણી મામલે વિપક્ષી પાર્ટીઓને પડકાર આપવામાં આવ્યો છે.

જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ મિત્રતાને લઈને ભાજપ પર સવાલ ઊભા કર્યા છે. તમારી સરકાર પર અદાણીની મદદ કરવાનો આરોપ લાગી રહ્યો છે. તેના પર અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધું છે. સાંસદ હોવાના કારણે એવામાં મારું બોલવાનું સારું નથી, ભાજપ પાસે છુપાવવા માટે કશું જ નથી, ન તો અમારે ડરવાની જરૂરિયાત છે. નિર્મલા સીતારમણે પણ સંસદમાં કહ્યું હતું, અમારે કોંગ્રેસ પાસેથી ભ્રષ્ટાચાર બાબતે શીખવાની જરૂરિયાત નથી.

અમને જે પાઠ ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અમને તમારી પાસે શીખવાની જરૂરિયાત નથી. પરંતુ રાહુલ ગાંધીની આખી સ્પીચ અદાણી, અદાણી અદાણી પર હતી. તેના પર અમિત શાહ કહે છે કે, એ તો તેમણે શું સ્પીચ આપવાની છે એ તો તેમણે વિચારવું જોઈએ. તેમની જે સ્ક્રિપ્ટ લખે છે એ લોકોએ વિચારવું જોઈએ. તેમાં હું કંઈ નહીં કરી શકું. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ સતત અદાણીના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓનો આરોપ છે કે નરેન્દ્ર મોદીએ અદાણીની ભરપૂર મદદ કરી છે. જેના કારણે વર્ષ 2014 બાદ અદાણીની સંપત્તિમાં વધારો થયો. રાહુલ ગાંધીએ તો લોકસભામાં એવો આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક વિદેશી પ્રવાસ બાદ અદાણી ગ્રુપને બીજા દેશોમાં કોન્ટ્રાક્ટ મળ્યા. ભાજપે આ આરોપ પર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનની નોટિસ આપી છે.

સંસદની વિશેષાધિકાર કમિટીએ રાહુલ ગાંધીને પોતાના આરોપોના પુરાવા 15 ફેબ્રુઆરીના રોજ સોંપવા કહ્યું છે. ભાજપે અદાણીના મામલે મોદી પર આરોપ લગાવવા પર રાહુલ ગાંધીને માફી માગવા કહ્યું છે. અમે અમિત શાહે પણ રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓને સીધો પડકાર આપ્યો છે કે જો તેમની પાસે પુરાવા હોય તો તેઓ કાયદાકીય માર્ગે જઇ શકે છે. અમિત શાહના આ પલટવારથી ભાજપના નેતાઓને વધુ મજબૂતી મળશે. હવે સૌની નજર તેના પર છે અમે અમિત શાહના અદાણી મામલા પર પલટવાર પર કોંગ્રેસ અને વિપક્ષ પાર્ટીઓના નેતા શું જવાબ આપે છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.