26th January selfie contest

કોચિંગમાં વિદ્યાર્થીઓને મળી સૂચના શોધી લો તમારો પાર્ટનર વેલેન્ટાઇન આવે છે

PC: zeenews.india.com

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ફેબ્રુઆરી એ પ્રેમનો મહિનો છે. આ મહિનાના સૌથી ખાસ દિવસે વેલેન્ટાઈન ડેના અવસર પર કપલ્સ એકબીજાને ગિફ્ટ આપે છે અને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. ફેબ્રુઆરી નજીક આવી રહ્યો છે અને કેટલાક લોકોના મનમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનું પણ વિચાર આવી રહ્યો છે. તે એવા લોકો દ્વારા ઉજવવામાં આવે છે જેઓ તેમના પ્રેમી-પ્રેમિકાઓ માટે તેમની લાગણીઓ વ્યક્ત કરવા માંગે છે અથવા તેમના પાર્ટનરને સ્પેશિયલ અનુભવવા માંગે છે. તો કેટલાક લોકો એવા છે જે વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમના પાર્ટનરની શોધમાં છે.

શાળાઓ અથવા કોચિંગ સંસ્થાઓ તેમના વિદ્યાર્થીઓને આ બાબતોમાં પ્રોત્સાહન આપતી નથી, તેના બદલે તેઓ તેમને શીખવા અને ભણવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. વિદ્યાર્થીઓ માટે વેલેન્ટાઈન ડે પહેલા પોતાની ડેટ શોધવા આકાશ સંસ્થાની 'ખાસ' નોટિસ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના બ્રાન્ચ હેડ દ્વારા કથિત રીતે 'ઈમ્પોર્ટેંટ નોટિસ'ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ નોટિસ 'વેલેન્ટાઈન ડે પાર્ટી'ના સંબંધિત છે જે આ વર્ષથી કોચિંગ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવશે.

 

નોટિસમાં લખવામાં આવ્યું હતું કે, અમારા મેરીટોરીયસ ઉમેદવારોના વ્યક્તિત્વ વિકાસને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓએ 14 ફેબ્રુઆરી પહેલા પોતાના માટે એક ડેટ શોધવી જરૂરી છે. નોટિસમાં આગળ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ 'એક્ટિવલી' વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ મેળવવા અને જીવનમાં સફળ થવામાં મદદ કરશે. શાખાના પ્રમુખના સંદર્ભમાં, નોટિસ વિદ્યાર્થીઓને જાતિ, સંપ્રદાય, રંગ, ધર્મ અને જાતિયતાને ધ્યાનમાં લીધા વિના, પોતાને માટે એક ડેટ શોધવામાં અને આવું કરવામા એકબીજાને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આનાથી ઈન્ટરનેટમાં ખળભળાટ મચી ગયો કારણ કે ઘણા યુઝર્સ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઈચ્છતા હતા કે તેમના એજ્યુકેશનલ લાઈફ દરમિયાન પણ આવું જ બન્યું હોત. જો કે, નોંધનીય છે કે નોટિસ પર ન તો તારીખ હતી કે ન તો સહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્યતા ચકાસવા માટે, નવી દિલ્હી સ્થિત આકાશ સંસ્થાનની શાખાનું કહેવું છે કે તેઓ આવી નોટિસો વિશે કંઈપણ જાણતા નથી. ઝી ન્યૂઝ આ સૂચનાની પુષ્ટિ કરતું નથી. આ પ્રેંક અથવા વાયરલ થવાના હેતુ માટે પણ કરવામાં આવ્યુ હોઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp