રખડતી ગાય-ભેંસોથી પણ થશે બમ્પર કમાણી, જાણો શું છે યોગી સરકારનું બિઝનેસ મોડલ

PC: scroll.in

ગાયો સાથે કેટલાક લોકો, ખાસ કરીને શહેરી, ખૂબ અજીબોગરીબ વ્યવહાર કરે છે, જેના કારણે લોકો નિંદાનો શિકાર થઇ જાય છે, જ્યાં સુધી ગાય દૂધ આપે છે, ત્યાં સુધી તો લોકો તેનો ખૂબ ખ્યાલ રાખે છે, તેના દૂધથી ખૂબ કમાણી કરે છે, પરંતુ જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો તે લોકો તેને રખડતી છોડી દે છે. આ પશુધનના હિસાબે પણ ખોટું છે અને તેનાથી ખેતરોમાં ખેડૂતો અને શહેરોના માર્ગ પર સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતે ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશને આ રખડતા પશુઓને સંરક્ષણ આપવા માટે એક નવી રીત શોધી કાઢી છે, જેના વડે કમાણી થશે.

ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશન બેસહારા અને રખડતી ગાય, ભેંસો દ્વારા મોટી કમાણીનો ફોર્મ્યૂલા લઇને આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યાલયે જણાવ્યું કે, શહેરના કાન્હા ઉપવનમાં રોજ લગભગ 200 લીટર ગૌમૂત્ર એકત્ર કરવામાં આવશે, તેને રીતસરનું IDS એન્ટરપ્રાઇઝીસ કરાર આપવામાં આવશે, જે અત્યારે વર્મી કંપોસ્ટ બનાવી રહી છે. આ વર્મી કંપોસ્ટનું વેચાણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંજીવની નામથી કરી રહ્યું છે. ત્યારબાદ તેના દ્વારા જ ગૌમૂત્ર પણ વેચવામાં આવશે.

રિપોર્ટ્સ મુજબ, કાન્હા ઉપવનમાં બેસહારા પશુઓની સંખ્યા લગભગ 1400ની આસપાસ છે. આ પશુઓને બનેલા બે મોટા શેડમાં રાખવામાં આવે છે. આ પશુઓના ગોબરથી વર્મી કંપોસ્ટ તૈયાર કરીને તેની કમાણી કરવામાં આવી રહી છે. કંઇક આ રીતે ગૌમૂત્રને પણ એક બિઝનેસ તરીકે વિકસિત કરવામાં આવશે. ગૌવંશની દેખરેખમાં 28-30 લાખ રૂપિયા ખર્ચ થઇ જાય છે. એવામાં હવે આ ગાય, ભેંસો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લાન છે કે પૈસા પણ કમાવામાં આવે.

આ પ્લાન હેઠળ જ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલા જ કુશીનગરના એક વ્યક્તિ સાથે ટાઇઅપ કરીને ગોબરથી બનેલા વર્મી કંપોસ્ટને સંજીવનીના નામથી વેંચી રહી છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્મી કંપોસ્ટને સંજીવની નામ પર વેચી રહી છે. હવે આ પ્રકારે ગૌમૂત્રને વેચવાની યોજના છે કે જે લોકોને પ્રોત્સાહિત કરશે કે તેઓ ગાય, ભેંસોને રખડતી ન છોડીને આ પ્લાન હેઠળ પૈસા કમાય અને તેનું સારી રીતે સંરક્ષણ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp