
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના બેબાક નિવેદન માટે જાણીતા છે. ફરી એકવાર તેમણે એક એવુ નિવેદન આપ્યું છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. નાગપુરમાં એક પ્રાઇવેટ સંસ્થાના કાર્યક્રમમાં પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે, જો યોગ્ય લાગે તો મને વોટ આપો, નહીં તો ના આપો. હું હવે વધુ મસ્કા લગાવવા માટે તૈયાર નથી. તમને લાગે તો વાંધો નહીં, નહીં તો કોઈ નવુ આવશે. આ કાર્યક્રમ નાગપુરના વેસ્ટલેન્ડ, વેસ્ટવોટર સાથે સંબંધિત કામ કરનાર સંસ્થાનો હતો જે નીતિન ગડકરીનો મનપસંદ વિષય છે તેના પર જ ભાષણ આપવા દરમિયાન તેમણે કહ્યું, વેસ્ટલેન્ડ પર થનારા અનેગ પ્રયોગ છે. હું આ કામ જિદ્દથી કરું છું. પ્રેમથી કરું છું અથવા તો પછી વગાડીને કરું છું. મેં લોકોને પણ કહી દીધુ છે કે હવે બહુ થયુ. હું ચૂંટાઈને આવ્યો છું, જો યોગ્ય લાગે તો મને વોટ આપો નહીં તો ના આપો. હવે હું વધુ મસ્કા મારવા માટે તૈયાર નથી. તમને યોગ્ય લાગે તો વાંધો નહીં, નહીં તો કોઈ બીજું આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આ પહેલા પણ એવા ઘણા નિવેદન આપી ચુક્યા છે. થોડાં મહિના પહેલા પણ તેમનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું હતું. ગડકરી રાજસ્થાન વિધાનસભામાં સંસદીય લોકતંત્ર અને જન અપેક્ષાઓ વિષય પર આયોજિત સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ચિંતિત દરેક વ્યક્તિ છે. ધારાસભ્ય એટલા માટે દુઃખી છે કારણ કે તે મંત્રી ના બની શક્યા. મંત્રી એટલા માટે દુઃખી છે કે તેમને સારો વિભાગ ના મળ્યો અને મુખ્યમંત્રી એટલા માટે દુઃખી છે કારણ કે તેઓ ક્યારે ચાલ્યા જશે તેનો કોઈ ભરોસો નથી.
अगर आपको सही लगता है तो मुझे वोट दीजिए, नहीं तो मत दीजिए.. मैं अब बहुत ज्यादा मक्खन लगाने को तैयार नहीं हूं- @nitin_gadkari, केंद्रीय मंत्री#NitinGadkari #BJP #Nagpur #Elections2024 pic.twitter.com/oWzBY8l4Pf
— India TV (@indiatvnews) March 27, 2023
એકવાર તો તેમણે ત્યાં સુધી કહી દીધુ હતું કે, ક્યારેક-ક્યારેક મન થાય છે કે રાજકારણ જ છોડી દઉં. સમાજમાં અન્ય પણ ઘણા કામો છે, જે રાજકારણ વિના કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના સમયના રાજકારણ અને હાલના રાજકારણમાં ખૂબ જ બદલાવ થયો છે. બાપુના સમયમાં રાજકારણ દેશ, સમાજ, વિકાસ માટે થતું હતું. પરંતુ, હવે રાજકારણ માત્ર સત્તા માટે થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp