પત્નીની હત્યા કરી લાશના ટુકડા કરી પાણીની ટાંકીમાં નાખ્યા, આ રીતે ખુલ્યું રહસ્ય

PC: aajtak.in

છત્તીસગઢના બિલાસપુરથી એક હૃદય હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે તેની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી. પછી મૃતદેહના અનેક ટુકડા કરી પાણીની ટાંકીમાં મૂકી દીધા. મળતી માહિતી મુજબ, આરોપીએ મૃતદેહને લગભગ 2 મહિના સુધી પાણીની ટાંકીમાં છુપાવીને રાખ્યો હતો.

આ મામલો બિલાસપુરના ઉસલાપુર પોલીસ સ્ટેશનનો છે. વાસ્તવમાં, પતિને શંકા હતી કે તેની પત્નીના કોઈની સાથે આડાસંબંધ છે, જેના કારણે તેણે તેની પત્નીની હત્યા કરી નાંખી. હત્યા કર્યા બાદ આરોપી પતિએ પોતાને બચાવવા માટે લાશના ટુકડા કરી પાણીની ટાંકીમાં મૂકી દીધા હતા. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને શોધખોળ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેને પાણીની ટાંકીમાં એક બેગ મળી જેમાં શરીરના અંગો હતા.

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી પતિએ જણાવ્યું કે, તેને તેની પત્ની પર શંકા હતી. તેને લાગ્યું કે તેની પત્નીનું કોઈ સાથે અફેર છે. જે બાદ તેણે હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ સીતા સાહુ તરીકે થઈ છે જ્યારે આરોપીની ઓળખ પવન ઠાકુર તરીકે થઈ છે. હાલ પોલીસ આ કેસમાં આરોપી પવન ઠાકુરની પૂછપરછ કરી રહી છે.

મળતી માહિતી મુજબ પોલીસે આરોપી પવન ઠાકુરની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ આરોપીના ઘરે શોધખોળ કરવા પહોંચી હતી. જે બાદ અહીંનું દ્રશ્ય જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસને આરોપીના ઘરમાંથી અજીબ પ્રકારની ગંધ આવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ શોધખોળ દરમિયાન પાણીની ટાંકી ખોલી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પાણીની ટાંકીમાંથી એ જ શબના નાના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે આરોપીના ઘરેથી નકલી નોટોના બંડલ અને નોટ ગણવાનું મશીન પણ જપ્ત કર્યું છે.

આરોપી પવન ઠાકુરે પોલીસને જણાવ્યું કે, તે તેની પત્ની અને બે બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે તેણે 5 જાન્યુઆરીએ તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે મૃતદેહના અનેક ટુકડા કરી પાણીની ટાંકીમાં મૂકી દીધા. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી તેના બે પુત્રોને તેમના માતા-પિતા પાસે તખ્તપુર મૂકીને આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp