હિંસા બાદ નૂહમાં ફરી યાત્રા કાઢવા VHPએ પરમિશન માગી, જાણો સરકારે શું કહ્યું

PC: rediff.com

નૂંહ જિલ્લા તંત્રએ 28 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત વિશ્વ હિંદુ પરિષદની બ્રજ મંડળ યાત્રાને આધિકારિક રીતે પરવાનગી આપવાની ના પાડી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નૂહના જિલ્લા કલેક્ટર ધીરેન્દ્ર ખડગટાએ કહ્યું કે 3 સપ્ટેમ્બરથી ટૌરૂમાં થનારી આવનારી G-20 બેઠક જેવા કારણોનો હવાલો આપી યાત્રાની પરવાનગી આપી નથી. કારણ કે યાત્રા જી20 બેઠકની તારીખની આસપાસ છે, માટે તેને મંજૂરી આપવામાં આવી નથી. મંજૂરી ન આપવાના કારણો આપવામાં હાલમાં નૂહમાં થયેલી હિંસા અને તેની ચિંતાઓનો પણ હવાલો આપવામાં આવ્યો.

પાનીપતના બજરંગ દળના સભ્ય નારાયણે કહ્યું કે, અમને ખબર પડી છે કે જિલ્લા પ્રશાસને મંજૂરી આપી નથી. પણ સંગઠનના સભ્યોએ કહ્યું કે તેઓ પ્રશાસનની મંજૂરી વિના પણ યાત્રા ચાલુ રાખશે.

VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, તેમને હજુ પણ આશા છે કે જિલ્લા પ્રશાસન પરવાનગી આપશે. બંસલે કહ્યું કે, પ્રશાસને મુશ્કેલી પેદા કરવાના સ્થાને સમર્થન આપવું જોઇએ. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, VHPને પરવાનગી ન આપવાનો નિર્ણય ખાનગી જાણકારી અને સ્થાનીય શાંતિ સમિતિઓ પર આધારિત છે. જેમણે કહ્યું કે સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે VHPએ જાહેરાત કરી હતી કે તેઓ આ યાત્રાને ફરીથી આયોજિત કરશે. 13 ઓગસ્ટના રોજ હરિયાણાના પલવલ જિલ્લામાં આયોજિત હિંદુત્વવાદી સંગઠનોની એક મહાપંચાયતમાં જાહેરાત કરવામાં આવી હતી કે 31 જુલાઈની સાંપ્રદાયિક હિંસાને લીધે આવનારી 28 ઓગસ્ટના રોજ નૂહ જિલ્લામાં વિશ્વ હિંદૂ પરિષદની બ્રજ મંડળ યાત્રા ફરીથી શરૂ કરશે.

પોંડરી ગામમાં ભારે સંખ્યામાં પોલીસની તૈનાતી દરમિયાન મહાપંચાયતમાં અમુક વક્તાઓએ તંત્રને તેમને રોકવાનો પડકાર આપ્યો છે. આ ઉપરાંત આત્મરક્ષા માટે ગન લાયસન્સ આપવા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને હટાવવાની માગ કરવામાં આવી હતી. આમાંથી એક વક્તાએ તો લોકોને રાઇફલ ખરીદવાનું પ્રોત્સાહન પણ આપ્યું હતું.

માલૂમ હોય તો, નૂહમાં પાછલી 31 જુલાઈના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ સાંપ્રદાયિક હિંસા થઇ હતી. જ્યારે કથિત પણે મુસ્લિમ સમૂહોએ હિંદુ દક્ષિણપંથી ગ્રુપોની સભા પર હુમલો કર્યો હતો. આ હિંસા ગુડગાવમાં ફેલાઈ હતી. 1 ઓગસ્ટના રોજ હિંસા દરમિયાન ગુડગામના બાદશાહપુરમાં ઓછામાં ઓછી 14 દુકાનોને આગમાં હોમી દેવામાં આવી હતી. જે મોટાભાગે મુસલમાનોની હતી. નૂહના રહેવાસીઓએ જણાવેલું કે યાત્રા દરમિયાન યાત્રી તલવાર અને બંદૂકો સહિત શસ્ત્રો લઇ ચાલી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp