નૂહ બુલડોઝર કાર્યવાહીને રોકી હતી, હવે હાઇકોર્ટની આ બેન્ચને સુનાવણીથી કેમ હટાવાઇ?

PC: thelallantop.com

પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટની એક બેન્ચે 7 ઑગસ્ટના રોજ નૂહ અને ગુરુગ્રામમાં થયેલી હિંસા પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટે હિંસા બાદ નૂહમાં લોકોના ઘર પર કરવામાં આવી રહેલી બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. સાથે જ કોર્ટે હરિયાણા સરકારને સવાલ કર્યો હતો કે, શું રાજ્ય જાતીય સંહાર કરવાના પ્રયાસ કરી રહી છે? હવે આ બેન્ચને બદલી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, 10 ઑગસ્ટની મોડી રાત્રે થયેલી કોર્ટની આ બેન્ચને બદલી દેવામાં આવી.

બેન્ચ આજે (11 ઑગસ્ટના રોજ) સુનાવણી કરવાની હતી. એ અગાઉ બેન્ચની બદલી કરી દેવામાં આવી છે. તેમાં જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવણ સામેલ છે. હવે જસ્ટિસ અરુણ પલ્લી અને જસ્ટિસ જગમોહન બંસલની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. જસ્ટિસ જી.એસ. સંધાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવનની બેન્ચે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે, જે ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, શું તે કોઈ એક સમુદાયના લોકોની છે?

શું સરકાર કાયદા વ્યવસ્થાની આડમાં એમ કરી રહી છે? હાઇ કોર્ટે હરિયાણા સરકારને એક નોટિસ પણ જાહેર કરી હતી. કોર્ટે તેને જાહેર કરતા પોતાના આદેશમાં કહ્યું હતું કે, મુદ્દો એ પણ છે કે શું કાયદા વ્યવસ્થાની આડમાં કોઈ એક ખાસ સમુદાયની ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે? અને શું રાજ્ય સરકાર જાતીય સંહારનો પ્રયાસ કરી રહી છે?’ જાતીય સંહારને અંગ્રેજીમાં ‘એથનિક ક્લિનસિંગ’ કહેવામાં અવે છે, તેનો અર્થ છે કે કોઈ જગ્યાથી એક ખાસ સમુદાયને હટાવવા માટે બળ કે ધમકીનો ઉપયોગ કરવાનું.

કોર્ટે હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજના નિવેદન પર ટિપ્પણી કરી રહી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાંપ્રદાયિક હિંસાની તપાસ કરી રહી છે અને બુલડોઝર સારવારનો હિસ્સો છે. કોર્ટે અંગ્રેજી લેખક અને ઇતિહાસકાર લોર્ડ એક્ટનની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા તમને પૂરી રીતે ભ્રષ્ટ કરી દે છે. કોઈ પણ નોટિસ વિના લોકોના ઘર ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. જાહેર છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે.

કોર્ટે હરિયાણા સરકારને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં તેમણે જણાવવાનું હતું કે નૂહ અને ગુરુગ્રામમાં છેલ્લા બે અઠવાડિયામાં કેટલી ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી? શું આ અગાઉ મકાન માલિકોને કોઈ નોટિસ આપવામાં આવી હતી? હાઇ કોર્ટના આદેશ બાદ પોલીસ નાયબ કમિશનર ધીરેન્દ્ર ખડગટાએ અધિકારીઓને બુલડોઝરની કાર્યવાહી રોકવા કહ્યું હતું. નૂહમાં 31 જુલાઇના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની વૃજમંડળ યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. તેમાં 6 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp