રાહુલ મુદ્દે OBC મહાસભાએ નડ્ડાને કહ્યું- OBC સમાજને ન ઘસેડો, માફી માગો નહિતર...

PC: indiatvnews.com

ગ્વાલિયરમાં Other Backward Classes  (OBC) મહાસભાની રાષ્ટ્રીય કોર કમિટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને કાનૂની નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમે રાહુલ ગાંધીના મુદ્દા પર OBC સમાજનું અપમાન કર્યું છે. તમે માફી માંગો નહીંતો અમે કેસ કરીશું. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરત કોર્ટે સજા સંભળાવ્યાના બીજા દિવસે જે પી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, રાહુલ ગાંદીએ OBC સમાજનું અપમાન કર્યું છે.

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની આ ટ્વીટને આધાર માનીને OBC મહાસભાની રાષ્ટ્રીય કોર કમિટીએ મંગળવારે વકીલ મારફતે નોટીસ મોકલી છે. સાથે જ નોટિસનો 24 કલાકમાં જવાબ આપવા પણ કહેવાયું છે. OBC મહાસભાની દલીલ છે કે મોદી સરનેમ OBC તરીકે ક્યાંયે નોંધાયેલી નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની OBC કેટેગરીની યાદીમાં પણ મોદી સરનેમ નથી. રાહુલ ગાંધીએ માત્ર મોદી શબ્દનો ઉપયોગ કર્યો છે, OBC વર્ગનો નહી. એટલે મોદી સરનેમને લઇને OBC સમાજને ઘસેડવામાં ન આવે.

OBC મહાસભાની રાષ્ટ્રીય કોર કમિટીના સભ્ય ધર્મેન્દ્ર કુશવાહનું કહેવું છે કે, હું જે પી નડ્ડાને પુછવા માંગુ છું કે કેન્દ્રની OBCની યાદીમાં મોદી નામ નથી. ગુજરાતમાં પણ મોદી જાતિનો કોઇ ઉલ્લેખ નથી, તો શું કારણ છે કે, તમે OBCને એક ઢોલકાની જેમ ચારેબાજુથી બજાવી રહ્યા છો.

જ્યારે સારી વાત આવે તો OBCનું કોઇ નામ લેતું નથી. જ્યારે કોઇ વ્યકિતના માધ્યમથી અપશબ્દો બોલાઇ છે ત્યારે શોરબકોર થવા માડે છે કે જુઓ OBCને ગાળો આપી. આ એક OBC સાથે છેતરપિંડી અને અપમાન છે.કુશવાહે કહ્યું કે, એટલે અમે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને નોટિસ મોકલી છે અને કહ્યું છે કે જો તેઓ OBC સમાજની માફી નહીં માંગશે તો કેસ ફાઇલ કરવામાં આવશે.

જે પી નડ્ડાએ 24 માર્ચે એક પછી એક એમ 4 વખત ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગઈકાલે સુરત કોર્ટે રાહુલને OBC સમુદાય પ્રત્યેના વાંધાજનક નિવેદન બદલ સજા ફટકારી હતી. પરંતુ રાહુલ અને કોંગ્રેસ પક્ષ હજુ પણ તેમના અહંકારને કારણે તેમના નિવેદનોને વળગી રહ્યા છે અને સતત OBC સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. સમગ્ર OBC સમાજ લોકતાંત્રિક રીતે રાહુલ પાસેથી આ અપમાનનો બદલો લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp