ટોલ નાકા પર કબજો, આખરે ખેડૂતો ધરણા પર કેમ ઉતરી રહ્યા છે

PC: aajtak.in

આખા દેશમાં આ સમયે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જ્યાં એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં થનારા કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ઘઉં સહિત અન્ય રવિ પાકોને નુકસાન પહોંચી રહ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના ખેડૂત પણ આ સમયે આ સમસ્યાથી લડી રહ્યા છે જ્યાં દરેક ખેડૂતોના રવિ પાક પ્રભાવિત થઇ રહ્યા છે. ત્યાર પછી વ્યક્તિ હવે વળતરની માગ કરવા લાગ્યા છે. જોકે, તેમની માગ પર અત્યાર સુધી કોઇ સુનાવણી નથી થઇ.

હવે એ જ વાતથી નારાજ થઇને ખેડૂતો ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે જ્યાં તેમણે કમોસમી વરસાદના કારણે બરબાદ થનારા પાક માટે સરકાર પાસેથી વળતરની માગ કરી છે. ચૂરુ જિલ્લાના ખેડૂત વીમા ક્લેમની માગને લઇને પણ સડકો પર ઉતરી આવ્યા હતા. ચુરુમાં રવિવાર એટલે 23મી એપ્રિલના રોજ 6 સૂત્રીય માગોની સાથે ખેડૂત ટોલ નાકા પર કબજો જમાવ્યો છે. હરિયાણા, દિલ્હીથી જોડાયેલી દરેક સડકોને આ દરમિયાન ખેડૂતોએ જામ કરી દીધો છે. એટલું જ નહીં આ દરમિયાન ખેડૂતોએ માગ ન માનવા પર ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી દીધી છે.

એ કડીમાં રવિવારના રોજ ચૂરૂ જિલ્લાની દરેક સડકો, હાઇવે, કાચા રસ્તા અને ટોલ પ્લાઝા પર ખેડૂતોએ કબજો જમાવ્યો છે. ખેડૂત આ દરમિયાન પોતાના વિમાના ક્લેમની માગને લઇને સડકો પર જામી ગયા છે. પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સડકો પર ખાટલા પાથરી દીધા અને ત્યાં જ જામી ગયા છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, ઘણા લાંબા સમયથી તેમના પાક બરબાદ થઇ રહ્યા છે અને તેઓ વીમાના ક્લેમની માગ કરી રહ્યા છે. પણ સરકાર તેમની માગ સાંભળી નથી રહી. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, ફક્ત સરકારને ચેતવવા માટે સાંકેતિક જામ શરૂ થઇ ગયો છે. જો હજુ પણ સરકારે ખેડૂતોની માગ ન માની તો આ પ્રદર્શન ઉગ્ર થઇ શકે છે.

આ સમયે સ્થિતિને જોતા પ્રદર્શન સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે જેથી યાતાયાત સુચારૂ રૂપે ચાલતો રહે અને માર્ગો પરથી વાહનોને ડાઇવર્ટ કરી શકાય. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો જમા થયા છે કે, જેમણે પોતાની માગને લઇને અલ્ટિમેટમ પણ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp