ટ્રેનના ડબ્બામાં એક સાથે હતા માતા-પુત્ર, દીકરાના મોત પર છલકાયું પિતાનું દર્દ

PC: bbc.com

ઓરિસ્સાના બાલાસોમાં શુક્રવારે (2 જૂનના રોજ) થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 288 લોકોના મોત થવાની પુષ્ટિ થઈ છે. શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, સિગ્નલમાં ગરબડીના કારણે અકસ્માત થયો. આ દર્દનાક અકસ્માતમાં જે લોકોએ પોતિકાઓને ગુમાવ્યા છે તેમની પાસે દર્દ સિવાય કશું જ નથી. અકસ્માતના પીડિત એક વ્યક્તિએ કહ્યું કે, તેણે પોતાના હાથે દીકરાનું શબ ઉઠાવ્યું. 40 વર્ષીય લાલજી સગઈ 2 દિવસ અગાઉ પોતાના બે દીકરાઓ સાથે બિહારના મધુબની સ્થિત પોતાના ઘરથી બે પૈસા કમાવા માટે નીકળ્યો હતો.

લાલજીનો નાનો દીકરો ગામમાં જ હતો, પરંતુ શુક્રવારની રાત લાલજી માટે કાળી રાત બની ગઈ. શુક્રવારે રાત્રે ઓરિસ્સાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટનામાં લાલજીના સૌથી મોટા દીકરા સુંદરનું મોત થઈ ગયું. લાલજી પોતાના દીકરા સાથે ચેન્નાઈ જતી ટ્રેનથી જનરલ કોચમાં સવાર થઈ ગયો હતો. આશા હતી કે, સગઈ જ્યાં કામ કરે છે, તે પોતાના દીકરાઓને રોજગાર અપાવી દેશે. આ દર્દનાક ટ્રેન અકસ્માતમાં લાલજી સગઈના સાળા દીલિપનું પણ મોત થઈ ગયું, પરંતુ લાલજીનો બીજો દીકરો ઇન્દર જે ટ્રેનમાં હતો તે બાલ બાલ બચી ગયો.

બાલાસોર જિલ્લાના સોરોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહાર પોતાના દીકરાના શબ પાસે ઊભા લાલજીએ એક અંગ્રેજી અખબારને આપાલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે 9 લોકોનું એક ગ્રુપ હતું, જે ચેન્નાઈ જઈ રહ્યું હતું. હું ત્યાં સુરક્ષા ગાર્ડના રૂપમાં કામ કરું છું અને ડબલ ડ્યુટી કર્યા બાદ દર મહિને 17 હજાર રૂપિયા કમાઉ છું. અમારા ગામમાં રોજગારનો કોઈ અવસર નથી, એટલે મેં પોતાના પરિવાર માટે વધારે કમાણી કરવા માટે પોતાના બે દીકરાઓને લાવવાનો નિર્ણય લીધો, પરંતુ નસીબે અમારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. મને તેનો જરાય અંદાજો નહોતો.

લાચાર લાલજીએ કહ્યું કે, મારા દીકરા અને સાળાનું દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. મેં પોતાના હાથે શબ હલાવ્યું. તેની (શબ) કોઇ પણ કિંમત હશે, હું પોતાના શબને પોતાના ગામે લઈ જઈશ. લાલજી સગઈ જેવા ઘણા લોકો બાલાસોરની અલગ અલગ હોસ્પિટલોમાં પોતિકાઓની રાહ જોઈને ઊભા નજરે પડ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp