ઓરિસ્સા ટ્રેન અકસ્માત: રેલ મંત્રીએ પહેલી વખત બતાવ્યું એક્સિડન્ટનું કારણ

PC: indiatoday.in

ઓરિસ્સાના બાલસોરમાં થયેલા રેલ અકસ્માત બાદ ટ્રેકને સાફ કરવા અને પછા ચાલુ કરવા માટે યુદ્ધસ્તર પર કામ ચાલી રહ્યું છે. પોતે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે અને ટ્રેનને ચાલુ કરવા માટે કાર્યોની દેખરેખ કરી રહ્યા છે. આ દરમિયાન રેલ મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે સવારે ટ્રેનની અવર-જવર શરૂ થઈ જશે.

તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ જે કહ્યું એ નહીં, પરંતુ અકસ્માતનું કોઈ બીજું કારણ રહ્યું હતું. મમતા બેનર્જીના આરોપ પર રેલ મંત્રીએ કહ્યું કે, તેનું કવચ સાથે કોઈ લેવું-દેવું નથી. કારણ એ નથી જે મમતા બેનર્જીએ કાલે કહ્યું હતું. રેલવે સુરક્ષા કમિશનરે ઘટનાની તપાસ કરી છે. આ અકસ્માત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં બદલાવના કારણે થયો છે. તપાસ રિપોર્ટ આવવા દો. અમે ઘટનાના કારણો અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. અત્યારે અમારું ફોકસ ટ્રેનને ચાલુ કરવા પર છે.

રેલ મંત્રીએ કહ્યું કે, બુધવારે સવાર સુધીમાં આ ટ્રેન ચાલુ થઈ જશે. બધા શબ કાઢી લેવામાં આવ્યા છે અને અમારું લક્ષ્ય બુધવાર સુધીમાં સમારકામનું કામ પૂરું કરવાનું છે જેથી ટ્રેક પર ટ્રેનો દોડવાની શરૂ થઈ શકે. કાલે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. કાલે રાત્રે એક ટ્રેકનું કામ લગભગ પુરું થઈ ગયું. આજે એક ટ્રેકનું સમારકામ કરવાનો પ્રયાસ રહેશે. બધા ડબ્બાઓને હટાવી દેવામાં આવ્યા છે. શબોને કાઢી લેવામાં આવ્યા છે. કાર્ય ઝડપાથી ચાલી રહ્યું છે. પ્રયાસ છે કે બુધવારની સવાર સુધી સામાન્ય રુટ ચાલુ થઈ જાય.

તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જેટલું જલદી થઈ શકે, સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. ભારતીય રેલવે મફત ટ્રેનો ચલાવી રહ્યો છે. મૃતકોની સંખ્યા 270 પાર કરી ગઈ છે. કારણોની તપાસ ચાલી રહી છે. અમે તેના માટે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સાના બાલસોરમાં શુક્રવારે સાંજે 3 રેલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે અત્યાર સુધી 288 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1000 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત છે. બચાવ અને રાહત કાર્ય બાદ રેલવે શનિવાર રાતમાં જ ટ્રેકના મોટા ભાગનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો હતો અને ટ્રેકને જલદી શરૂ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp