જે કોણાર્ક ચક્ર PM મોદીએ વૈશ્વિક નેતાઓને દેખાડ્યું તે આપણી જીવનચર્યા સાથે...

PC: twitter.com

કોણાર્કનું સૂર્ય મંદિર પોતાની પથરીલી કલાકૃતિઓ માટે જાણીતું છે. આ મંદિર સૂર્યના વિશાળકાય રથની જેમ બનાવવામાં આવ્યું છે, જેને 7 ઘોડા ખેંચે છે. આ રથમાં 12 જોડી પૈંડા છે એટલે કે કુલ મળીને 24 પૈંડા. દરેક પૈંડા પર શાનદાર નકશી છે, પરંતુ આ પૈંડા આપણી જીવનચર્યા સાથે સંબંધિત વૈજ્ઞાનિક વાતો બતાવે છે. આ પૈંડા બતાવે છે કે કેવી રીતે આખી દુનિયા સૂર્યની ઊર્જાથી ચાલે છે. અહી દરેક પૈંડાનો વ્યાસ એટલે કે ડાયમીટર 9.9 ફૂટ છે. દરેક પૈંડામાં 8 મોટી અને 8 પાતળી પટ્ટીઓ છે. આ પૈંડા કોણાર્કના સૂર્ય મંદિર જનારા લોકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. હવે આ મંદિર ખાસ કેમ છે, આ પૈંડા જરૂરી કેમ છે સમજો.

7 ઘોડા એટલે કે અઠવાડિયાના 7 દિવસ, 12 પૈંડા એટલે કે વર્ષના 12 મહિના, જ્યારે તેની જોડી એટલે કે 24 પૈંડા મતલબ દિવસના 24 કલાક, એ સિવાય 8 મોટી પટ્ટીઓ 8 પ્રહર એટલે કે દરેક 3 કલાકના સમયને દર્શાવે છે. હકીકતમાં આ પૈંડાઓને જીવનાના પૈંડા કહેવામાં આવે છે. તેમાં એ પણ ખબર પડે છે કે સૂર્ય ક્યારે ઊગશે, ક્યારે અસ્ત થશે. આ પૈંડાને 12મી સદીના રાજ્ય નરસિંમ્હાદેવ પ્રથમે બનાવ્યા હતા. દરેક પૈંડામાં 8 મોટી પટ્ટીઓ છે. દરેક પટ્ટી વચ્ચે 30 દાણા બનાવવામાં આવ્યા છે. દરેક દાણા 3 મિનિટનો સમય બતાવે છે, જે ત્રણ કલાકનો સમય બતાવે છે એટલે કે 180 મિનિટ.

દરેક મોટી પટ્ટીઓ દોઢ કલાકનો સમય બતાવે છે એટલે કે 90 મિનિટ. વચ્ચોવચ ઉપર તરફ જે મોટી પટ્ટી છે તે રાતના 12:00 વાગ્યાનો સમય બતાવે છે. માત્ર એટલું જ નહીં, 12 પૈંડા માત્ર 12 મહિના દેખાડતા નથી, પરંતુ તેઓ 12 રાશિઓને પણ દર્શાવે છે. તેને કાયદાનું પૈડું પણ કહેવામાં આવે છે. દરેક પૈંડાનો આકાર સમાન છે, પરંતુ દરેક પૈંડામાં અલગ-અલગ કહાનીઓ કંડારવામાં આવી છે. પૈંડાની વચ્ચે બનેલી ગોળાકાર નકશી ઓ અલગ-અલગ વસ્તુ બતાવે છે.

પૈંડાનું કે જેન્દ્ર એટલે કે એક્સેલ છે તે એક ફૂટ બહાર નીકળેલું છે. રિમ પર ફૂલ-પાંદડાં બનેલા છે. પક્ષીઓ અને પશુઓને કંડારવામાં આવ્યા છે. પહોળી પટ્ટીઓ વચ્ચે બનેલી ગોળાકાર આકૃતિઓમાં મહિલાઓની અલગ-અલગ મુદ્રાઓ બનેલી છે જે તેમના જીવનના અલગ-અલગ કાર્યો દેખાડે છે. હકીકતમાં આ પૈંડા સન ડાયલ છે જેથી તમે સમય જોઈ શકો. 24 પૈંડામાંથી 2 પૈંડા એવા છે જે તમને સમય બતાવે છે. તે સૂરજના ઊગવાથી લઈને સૂરજના અસ્ત સુધીનો સંપૂર્ણ સમય બતાવે છે. જો પૈંડાના એક્સેલ વચ્ચે આંગળીઓ રાખો છો તો તમારી આંગળીનો પડછાયો તમને એકદમ યોગ્ય સમય દેખાડી દેશે.

ઓરિસ્સાની ઉચ્ચ સાંસ્કૃતિક પરંપરાઓના કારણે ભારત સરકારે કોણાર્કને જૂના 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટ પર પણ છાપી છે. 5 જાન્યુઆરી 2018ના રોજ RBIએ 10 રૂપિયાની નોટની સામે તરફ મહાત્મા ગાંધી અને પાછળની તરફ કોણાર્કના પૈંડાની તસવીરો લગાવવાની જાહેરાત કરી હતી. 20 રૂપિયાની જૂની નોટ પર પણ એ બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp