કૂતરા સાથે સેક્સ કરતા વૃદ્ધનો વીડિયો વાયરલ, સામાજિક સંસ્થાની મહિલાએ કરી ફરિયાદ

PC: news4nation.com

એક 60 વર્ષીય વૃદ્ધનો કૂતરા સાથે અનનેચરલ સેક્સ કરતો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો બી હોપ નામની સામાજિક સંસ્થા પાસે પહોંચતા તેમણે ગયાના રામપુર પોલીસ સ્ટેશનમાં તે વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 60 વર્ષીય વૃદ્ધ રામેશ્વર રામ પોતાના કૂતરા સાથે ઘરમાં અનનેચરલ સેક્સ કરે છે. આ ઘટના તેના ઘરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. ગયાના SSP આશિષ ભારતીએ આ ઘટના અંગે વધુ માહિતી આપી હતી.

ગયાના SSP આશિષ ભારતીએ જણાવ્યું હતું કે, હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શહીદ ભગત સિંહ કોલોનીમાં રહેતા રામેશ્વર રામ નામનો 60 વર્ષીય વૃદ્ધ કૂતરા સાથે અનનેચરલ એક્ટ કરતો કેમેરામાં ઝડપાયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. રામેશ્વર રામ પોતાના પાળેલા કૂતરાની સાથોસાથ શેરીમાં રખડતા અન્ય કૂતરાઓને પણ ખાવાનું ખવડાવવાની લાલચ આપીને પોતાના ઘરમાં બોલાવી લેતો હતો અને પછી તેમની સાથે અશ્લીલ હરકત કરતો હતો. પરંતુ, બી હોપ નામની સામાજિક સંસ્થાની ફરિયાદના આધારે વૃદ્ધની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

બી હોપ સંસ્થા સાથે સંકળાયેલી તેમજ એનિમલ વેલફેર માટે કામ કરતી શાયરા ખાને વાયરલ CCTV વીડિયોના આધાર પર વૃદ્ધની વિરુદ્ધ રામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. શાયરા ખાનની ફરિયાદ પર પોલીસ હરકતમાં આવી હતી અને વૃદ્ધ રામેશ્વર રામની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી આપ્યો હતો.

થોડાં સમય પહેલા મુંબઈમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમા અંધેરીમાં રહેતા એક 45 વર્ષીય પુરુષની બહાર રખડતા કૂતરા સાથે સેક્સ કરવાની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. એક મહિલાએ આ ઘટના પોતાની આંખે જોતા તેણે તે વ્યક્તિ વિરુદ્ધ અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી હતી. આ જ વર્ષે માર્ચ મહિનામાં પટનામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમા એક પુરુષે એક કૂતરા સાથે રેપ કર્યો હોવાની ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp