મુસ્લિમ પરિવારે બકરાની કુરબાની આપવાની જગ્યાએ ફોટાવાળી કેક કાપીને મનાવી બકરી ઇદ

PC: newstrack.com

આગરામાં ગુરુવારે બકરીદનો પર્વ મનાવવામાં આવ્યો. આ અવસર પર મુસ્લિમ સમાજના લોકોએ એકથી એક ચડિયાતી કિંમતના બકરાની કુર્બાની આપી. પરંતુ, આગરામાં એક પરિવાર દ્વારા કરવામાં આવેલી ઉજવણીની ચર્ચા થઈ રહી છે. આ પરિવાર પોતે તો કોઇપણ પ્રાણીની હત્યા કરતો નથી, સાથે જ અન્ય લોકોને પણ કુર્બાનીના નામ પર નિર્દોષ પ્રાણીઓની હત્યા ન કરવા માટે પ્રેરિત કરે છે. આ પરિવાર બકરાના ફોટાવાળી કેક કાપીને બકરી ઈદ મનાવતો આવ્યો છે. આ વખતે પણ એ જ રીતે કેક કાપીને પર્વની ઉજવણી કરી.

આગરાના શાહગંજ ક્ષેત્રના આજમપારા, શેરવાની માર્ગ પર રહેતા ચમન શેરવાની પરિવારની વાત કરી રહ્યા છીએ. આ પરિવાર છેલ્લાં છ વર્ષોથી બકરી ઈદ પર બકરાના ફોટાવાળી કેક કાપીને તેને જ કુર્બાની માની લે છે. આખો પરિવાર આ રીતે પર્વ મનાવવાથી ખૂબ જ ખુશ પણ રહે છે. ચમન શેરવાની પહેલીવાર રાષ્ટ્રીયગીત વંદે માતરમ તથા તિરંગા પ્રેમને પગલે ચર્ચામાં આવ્યા હતા.

ચમન શેરવાની વંચિત સમાજ ઇન્સાફ પાર્ટીથી ફતેહપુર સીકરી લોકસભા ક્ષેત્રથી પૂર્વ સાંસદ ઉમેદવાર રહી ચુક્યા છે. ચમન શેરવાનીની તિરંગા ફેમિલીનું માનવુ છે કે, ઈશ્વરે ખાવા માટે તમામ ભોજનની વ્યવસ્થા કરી છે. પછી પોતાના ભોજન માટે કોઈ જીવની હત્યા કરવી યોગ્ય નથી. ઘણા ઓછાં લોકો શર્યતી તરીકે કુર્બાની કરે છે. બાકી લોકો પર્વના નામ પર પોતાની સંપત્તિનો દેખાડો કરતા ગરીબ લોકોની ગરીબીનો મજાક ઉડાવે છે.

તેમનું માનવુ છે કે, શર્યતી રીતથી એ જાનવરની કુર્બાની કરવી જોઈએ, જેની સાથે આપણને લગાવ હોય. આપણે તેને નાનપણથી પોતાના પરિવારના સભ્યની જેમ પાળ્યુ હોય. જો આપણે આવુ કરીએ તો આપણી ઇચ્છા જ ના થઈ શકે કે તે જાનવરનું મીટ ખાઈ શકીએ. લોકો એક દિવસ પહેલા સંપત્તિના દમ પર જાનવર લઇને આવે છે. બીજા દિવસે તેને અલ્લાહના નામ પર ઇબ્રાહિમ સાહબની યાદ બતાવીને હત્યા કરી દે છે. આ કુર્બાની નથી પરંતુ, જીવ હત્યા છે.

ચમન શેરવાનીનું કહેવુ છે કે, સદીઓ પૂર્વ હજરત ઇબ્રાહિમ સાહબે અલ્લાહની રાહમાં પોતાના તમામ પસંદીદા જાનવરોને કુર્બાન કર્યા બાદ પોતાના દીકરાને જુબા કરવા ઇચ્છીયો. પરંતુ, અલ્લાહ માત્ર કુર્બાની કરનારાની નિયત જુએ છે. અલ્લાહે તેમના દીકરાની જગ્યાએ એક જાનવર ઘેટું પેદા કરી દીધુ. ત્યારથી જ જાનવરોની કુર્બાનીનો સિલસિલો ચાલતો આવી રહ્યો છે. જ્યારે માણસની જગ્યાએ જાનવર આવી શકે છે તો જાનવરની જગ્યાએ જાનવરના ફોટાવાળી કેક કાપીને પરંપરા કેમ ના અદા કરી શકાય.

કહ્યું કે, આજ ધનવાન લોકો કુર્બાનીના નામ પર જીવ હત્યા કરે છે. ગરીબોનો હક મારે છે. કુર્બાની કરનારાઓએ સૌથી પહેલા પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને પડોશીઓનો હક અદા કરવો જોઈએ. ત્યારબાદ કુર્બાની જાયજ છે. જ્યારે એવા લોકો પણ કુર્બાની કરી રહ્યા છે, જે માત્ર ઈદ અને બકરા ઈદ અને ક્યારેક-ક્યારેક જુમ્માએ નમાજ અદા કરે છે. ત્યારબાદ મસ્જિદ તરફ પાછા ફરીને પણ નથી જોતા.

તેમણે કહ્યું કે, સૌથી પહેલા તો વ્યક્તિએ નમાજી હોવુ જોઈએ. ઈમાનદાર હોવુ જોઈએ. પોતાના ભાઈ-બહેન, માતા-પિતાની ફરજ અદા કરવી જોઈએ. ખૈરાત અને જકાત કર્યા બાદ કુર્બાની જાયજ છે. જ્યારે, લોકો પોતાની ખૈરાત અને ફિતરા સદકા પણ નથી કાઢતા. મારું માનવુ છે કે, જો દેશભરના મુસલમાન ઈમાનદારી સાથે જકાત કાઢે તો દેશમાં 80 ટકા ભુખમરી સમાપ્ત થઈ જશે. ચમન શેરવાનીની આ પહેલની શહેરથી લઇને ગામ સુધીના લોકો વખાણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp