શિંદે સરકારમાં મંત્રી બનતા જ શરદ પવારના ઘરે કેમ ગયા અજીત પવાર?

PC: timesnownews.com

શિંદે સરકારમાં નાણા મંત્રી બનતા જ અજીત પવારે અચાનક નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. શરદ પાવર સાથે તેમના આવાસ પર જ આ મુલાકાત થઈ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારની રાજકીય રમત રમાઈ છે, ત્યારબાદ આ મુલાકાતે ચર્ચાઓનો બજાર ગરમ કરી દીધો છે. આમ હવે મીટિંગનું અસલી કારણ સામે આવી ગયું છે.

શરદ પવારને કેમ મળવા ગયા અજીત પવાર?

હકીકતમાં શુક્રવારે શરદ પવારના પત્ની પ્રતિભા પવારનું ઓપરેશન થયું હતું. આ ઓપરેશન બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોતાની કાકીની હાલચાલ જાણવા માટે જ અજીત પવાર શરદ પવારના ઘરે ગયા હતા. ત્યાં તેમની શરદ પવાર સાથે વાતચીત પણ સંભવ હતી. એટલે કે રાજનીતિક ગલિયારામાં મુલાકાતને જરૂર રાજકીય ચશ્માથી જોવામાં આવી રહી છે, પરંતુ અજીત પવાર કેમ્પ તેને માત્ર એક શિષ્ટાચાર ભેટ સુધી સીમિત રાખવા માગે છે.

શુક્રવારે શિંદે સરકારમાં અજીત પવારને નાણાં મંત્રાલય સોંપી દેવામાં આવ્યું, આ એ મંત્રાલય છે જેના પર શિંદે કેમ્પના ધારાસભ્યોની પણ નજર હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ સાથે ઘણા શિવસૈનિકોના સંબંધ પણ આ જ કારણે તૂટ્યા હતા કેમ કે મહાવિકાસ અઘડી (MVA) સરકારમાં અજીત પવારના નાણા મંત્રી રહેતા યોગ્ય રીતે ફંડ મળતા નહોતા. ઘણા વિકાસ કાર્ય રોકાઈ ગયા હતા. આ જ તર્કોના આધાર પર માગ કરાવામાં આવી હતી કે, શિંદે સરકારમાં અજીત પવારને નાણાં મંત્રાલય ન આપવામાં આવે, પરંતુ તેને રાજકીય પ્રેશર કહેવામાં આવે કે કંઈક બીજું, શિંદે કેમ્પના ધારાસભ્યોની માગ ન માનવામાં આવી.

ઔરંગાબાદ વેસ્ટના ધારાસભ્ય સંજય શિરાસતનું કહેવું છે કે, ઉદ્ધવ સરકારના કાર્યકાળ દરમિયાન શિવસેનાના ધારાસભ્યોને મળનારું ફંડ 50 કરોડ રૂપિયાને આસપાસ હતું તો NCPના ધારાસભ્ય 700 થી 800 કરોડ રૂપિયા સુધી પડાવી લઈ જતા હતા. નાણા મંત્રી અજીત પવાર હતા તો તેઓ મનમાનીપૂર્ણ નિર્ણય લેતા હતા. સંદીપન ભૂમરેનું કહેવું છે કે, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે ક્યાંય નહોતા. તેઓ અજીત પવારનો વિરોધ કરતા હતા. તેમનું કહેવું હતું કે, અજીત પવાર જે પ્રકારે ધારાસભ્યોને ફંડ આપી રહ્યા છે, તેનાથી શિવસેના નબળી થઈ જશે. તે MVAથી બહાર આવ્યા હતા, તો માત્ર NCPના કારણે.

હવે પ્રતિક્રિયાઓ બતાવવા માટે ઘણા છે કે શિંદે કેમ્પમાં બધુ બરાબર નથી. સમાચારો પહેલા પણ હતા, પરંતુ અજીત પવારના નાણા મંત્રી બનતા જ ઘણી વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં ભાજપ કયા પ્રકારે સ્થિતિ બૅલેન્સ કરે છે, મુખ્યમંત્રી એકનાથ શિંદે કેવી રીતે આગળ વધે છે તેના પર બધાની નજરો રહેવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp