લગ્નમાં યુગલ બંદૂક લઈને સ્ટંટ કરતું હતું, અચાનક દુલ્હને ચીસો પાડી, જાનૈયા ભાગ્યા

PC: msn.com

આજકાલના જે છોકરા છોકરી અરેન્જ મેરેજ કરતા હોય કે લવ મેરેજ કરતા હોય. લગ્ન કરનાર દરેક છોકરા છોકરીને પોતાના લગ્ન એકદમ યાદગાર બની જાય તે રીતે તેનું આયોજન કરતા હોય છે, ક્યારેક દેખા દેખીથી કરતા હોય કે ક્યારેક દેખાડો કરવા માટે કરતા હોય છે. જે હોય તે પણ અહીં એક એવી દુઃખદ ઘટના બની ગઈ કે તેને તે જીવનભર યાદ રહી જાય તેવી છે.

તેમના લગ્નને યાદગાર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. લોકો પોતાના લગ્નને ખાસ બનાવવાની કોશિશ કરે છે, પરંતુ કેટલીકવાર એવી ઘટનાઓ બને છે, જેના વિશે વિચારીને પણ દિલમાં ડર બેસી જાય છે. આજકાલ લગ્ન અને પ્રી-વેડિંગ ફોટોશૂટમાં સ્ટન્ટ કરવું એક ટ્રેન્ડ બની રહ્યું છે. જો કે, તાજેતરમાં વાયરલ થયેલો એક વિડિયો સાબિત કરે છે કે, આવા સ્ટંટ હંમેશા સલામત નથી હોતા. વાસ્તવમાં, એક વાયરલ ક્લિપમાં, કન્યા અને વરરાજાને તેમના લગ્નના દિવસે સ્પાર્કલ ગન સાથે પોઝ આપતા જોઈ શકાય છે.

કપલ એકબીજાની બાજુમાં પોઝ આપે છે. બંનેના હાથમાં સ્પાર્કલ ગન હોય છે. બંને કેમેરા સામે હસતા પોઝ આપે છે. પછી દંપતી પોતપોતાની બંદૂકોને ફાયર કરે છે અને સ્પાર્કલ છૂટવાનું શરૂ થાય છે. આ દરમિયાન દુલ્હન સાથે કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની જાય છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન સ્પાર્કલ ગનથી ફાયરિંગ કરે છે. થોડી જ વારમાં બંદૂકમાંથી વિસ્ફોટ થાય છે અને સીધો કન્યાના ચહેરા પર વાગે છે. ડરેલી અને ગભરાયેલી કન્યા ચીસો પાડી ઉઠે છે, અને બંદૂક ફેંકીને સ્ટેજ પરથી ઉતારી જાય છે. પછી કન્યા આગ લાગવાના ડરથી તેની વરમાળા કાઢી નાખે છે. ત્યાર પછી આસપાસ હાજર લોકો દુલ્હનની મદદ માટે દોડી આવ્યા હતા. અને વિડિયો અચાનક કટ થઈ જાય છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મહારાષ્ટ્રનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Sassy_Soul_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ ક્લિપ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું, 'મને ખબર નથી કે આજકાલના દિવસોમાં લોકોને શું થઈ ગયું છે. તેઓ લગ્નના દિવસોને પાર્ટીની જેમ વધુ ઉજવે છે. આવી સ્થિતિમાં તેઓ પોતાનો ખાસ દિવસ બગાડે છે. તો જયારે, અન્ય એક ટ્વિટર યુઝરે તેની ટિપ્પણીમાં લખ્યું, 'તે ખૂબ જ ખતરનાક લાગે છે. આશા છે કે દુલ્હનનો ચહેરો બરાબર હશે. તો ઘણા યુઝર્સનું કહેવું છે કે, શૂટ દરમિયાન જ ઉપયોગમાં લેવાતી બંદૂકમાં જ કોઈ ખામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp