લગ્ન થયાના બીજી જ રાત્રે દુલ્હને એવું કર્યું કે દુલ્હો બિચારો પોલીસ પાસે દોડ્યો

PC: punjabkesari.in

બિહારના ભાગલપુરથી એક દુલ્હનની ચોંકાવનારી કહાની સામે આવી છે. લગ્ન બાદ તે તેના સાસરે પહોંચી હતી. ઘરમાં નવી વહુના આગમનની ખુશી મનાવવામાં આવી રહી હતી. સંબંધીઓ વરરાજા સાથે હસી મજાક કરી રહ્યા હતા.પરંતુ, કોઈ જાણતું ન હતું કે કન્યાનો ઈરાદો કંઈક બીજો હતો.આ પછી જ્યારે સત્ય બહાર આવ્યું તે જાણીને બધા ચોંકી ઉઠ્યા હતા.

બિહારના ભાગલપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 21 મેના રોજ ગામમાં એક છોકરાના લગ્ન થયા હતા. છોકરો લગ્ન કરીને દુલ્હન લઇને આવ્યો હતો અને સ્થાયી થવાના સપના જ જોતો હતો. ત્યારે જ તેને એવો વિશ્વાસઘાત થયો જેની તેણે કલ્પના પણ કરી ન હતી. આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિત યુવકનું કહેવું છે કે હિંદુ રીતિ-રિવાજ મુજબ તેના લગ્ન 21 મેના રોજ મુંગેરના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોછછી લક્ષ્મીપુરમાં ખૂબ ધામધૂમથી થયા હતા. બીજા દિવસે તે કન્યાને લઈને ઘરે પહોંચ્યો. તે જ રાત્રે લગભગ 2.15 વાગ્યે તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જતી વખતે તે તેની સાથે 1 લાખ 40 હજાર રૂપિયા અને ઘરેણાં પણ લઈ ગઇ હતી,આટલું જ નહીં, તે લગ્નમાં આવેલી ગિફ્ટની વસ્તુઓ પણ ઉઠાવી ગઇ હતી.

ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી અને CCTV ફુટેડ પોલીસને હાથ લાગ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે દુલ્હન એક ક્રેટા કારમાં ભાગી હતી. એ પછી પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી અને દુલ્હનને શોધી કાઢી છે અને કારને કબ્જે કરી છે. જો કે પોલીસે પ્રેમીની ધરપકડ કરી કે નહીં તે વિશે જાણકારી સામે આવી નથી.

આ વિશે નવગછિયાના SP સુશાંત કુમાર સરોજે કહ્યુ કે, FIR નોંધવામાં આવી છે અને દુલ્હનને શોધી લેવામાં આવી છે. તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. પુછપરછમાં તેણીએ રૂપિયા અને ઝવેરાત લઇ જવાની વાતનો ઇન્કાર કર્યો છે.

આવી ઘટનાઓ કેટલીક વાર ફિલ્મોમાં જોવા મળતી હોય છે, કે લગ્નની તૈયારી ચાલી રહી હોય તે વખતે દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી જતી હોય. પરંતુ બિહારમાં આ દુલ્હને તો લગ્ન પણ કરી લીધા અને  એ દિવસે રાત્રે પ્રેમી સાથે ભાગી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp