
કુમાર વિશ્વાસ કે જેઓ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, તેમણે ઘીના દર પર આકરા પ્રહારો કર્યા છે. એક યુઝરે ઘીનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, તમારા ગામ કે શહેરમાં દેશી ઘીના ભાવ શું છે. કુમાર વિશ્વાસે આના પર લખ્યું, દિલ્હીમાં દક્ષિણ સુધી વેચાઈ રહ્યું છે, 'એક કરોડ રૂપિયા=એક કિલો ઘી'. એવું માનવામાં આવે છે કે કુમાર વિશ્વાસનું આ ટ્વીટ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર આડકતરી રીતે પ્રહાર છે. વાસ્તવમાં, ઠગ સુકેશ ચંદ્રશેખરે CM અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ઘી કોડવર્ડના ઉપયોગની વાત કરી હતી.
એક યુઝરે @hindhara1 લખ્યું કે, કહાં કી બાત કહાં કે સાથ, જોડી કવિવર, વાહ. બીજી તરફ, અન્ય એક યુઝર @RealYogeshUpad1એ લખ્યું કે, દિલ્હીમાં ઘણા કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે. અન્ય એક યૂઝરે @mukul10એ લખ્યું કે, કુમાર વિશ્વાસ જી જંતર-મંતર પર બેઠેલા ખેલાડીઓ પર તમારાં કેટલાક વિચારો વ્યક્ત કરવા ઈચ્છશો? કે પછી સત્યપાલ મલિક જી દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા ખુલાસા પર? અથવા માત્ર ઘી અને તેલ પર જ અટકી રહેશો?
@GovindSinghChu6 એક યુઝરે લખ્યું છે કે, તમે સમયસર બહાર નીકળી આવ્યા તે સારું થયું, નહીંતર તમારી સાથે પણ ઘીની આવી એક લેવડ-દેવડ કરાવીને તમને તિહાર જેલની લાઈનમાં ઊભા કરી દીધા હોત. એક યુઝરે @સંજીતાદીએ લખ્યું કે, ભાઈ, મને કહો, કે શું આ એ જ ઘી છે જે તમારા જૂના મિત્ર વોટ્સએપ પર કોઈ પાસેથી માંગી રહ્યા હતા. એક યુઝરે @Rohit999024 લખ્યું કે, માત્ર એક કવિ જ આ રીતે લપેટી શકે છે. પરંતુ 45 કરોડથી પણ ઉપરનું ઘી પેટમાં પધરાવી દીધું પણ તે કાંચિડાની જેમ રંગ બદલનારને ઓડકાર પણ ન આવ્યો.
दिल्ली का तो साउथ तक बिक रहा है 😎
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) April 30, 2023
एक करोड़ रुपये = एक किलो घी 😁 https://t.co/dCt6Ur6y30
અહીં તમને બતાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે CM અરવિંદ કેજરીવાલ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જેલમાંથી લખવામાં આવેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો હતો કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને દક્ષિણ જૂથ વચ્ચે સાંઠગાંઠ છે. સુકેશે દાવો કર્યો હતો કે, CM અરવિંદ કેજરીવાલે તેમને TRS ઓફિસમાં 15 કરોડ રૂપિયા પહોંચાડવા કહ્યું હતું. સુકેશે જણાવ્યું કે, આ પૈસાની માંગણી માટે '15 કિલો ઘી' કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp