26th January selfie contest

એક દિવસ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પોતે સમાજનું સ્વરૂપ ધારણ કરશે: મોહન ભાગવત

PC: tv9hindi.com

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) દરેક વ્યકિત સાથે સમાન રીતે વર્તન કરે છે, જે ઝડપથી સંઘનો ફેલાવો વધી રહ્યો છે તે જોતા એક દિવસ સંઘ પોતે સમાજનું સ્વરૂપ ધારણ કરી લેશે, એમ મધ્ય પ્રદેશના બુરહાનપુર બે દિવસની મુલાકાતે પહોંચેલા RSSન વડા મોહન ભાગવતે કહી હતી.

મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં હેડગેવાર મેમોરિયલ કમિટિના મકાનના ઉદઘાટન બાદ સ્વંય સેવકોને કરેલા સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, કેશવ બલિરામ હેડગેવાર સંઘના પ્રથમ સરસંઘચાલક હતો. તેમણે કહ્યુ કે, RSSનું કામ ધર્મની રક્ષા કરવાનું છે. શાંતિપ્રિય લોકોને સુરક્ષા આપવાનું અને દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારા લોકોમાં ભય પેદા કરવાનું કામ પણ RSSનું છે. તેમણે દેશના વિકાસમાં યોગદાન આપવાની અપીલ કરી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રવિવારે આયોજિત ધર્મ સંસ્કૃતિ સંમેલનમાં પોતાના મંતવ્યો રજૂ કરવા બુરહાનપુર પહોંચ્યા, તેમણે કહ્યું કે સમ્રાટો અને સલ્તનત હિન્દુ-મુસ્લિમોની છાતીને કચડી રહ્યા હતા, શિવાજી મહારાજે તેમને સુધાર્યા હતા.મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં બે દિવસના પ્રવાસે પહોંચેલા RSSના વડા મોહન ભાગવતે ધર્મ સંસ્કૃતિ સંમેલનમાં કહ્યુ હતું કે, અહીંની પ્રજાની છાતીને કચડીને સમ્રાટો અને સલ્તનત ચાલી રહ્યા હતા, જેમાને શિવાજી મહારાજે ઠીક કર્યા હતા. તેમણે કહ્યું કે દુનિયા જેને રિલીજ્યન કહે છે તે દરેક માટે અલગ છે, પરંતુ આપણે જેને ધર્મ કહીએ છીએ તે આખી દુનિયા માટે સમાન છે. હવે ધર્મ શબ્દ બીજી ભાષામાં નથી એની પાસે જનારા અન્ય ભાષાઓમાં છે પરિસ્થીતી આવે તો એવું કરવું પડે છે.

એ પહેલાં મોહન ભાગવતે અમદાવાદમાં કહ્યુ ંહતું કે,ભારતની રચના વૈશ્વિક કલ્યાણ માટે કરવામાં આવી હતી.જેમ જેમ દેશની તાકાત અને પ્રતિષ્ઠા વધી રહી છે, તો તેની સાથે ભારતની જવાદારી અને જ્ઞાન વહેચણીનું કર્તવ્ય વધી જાય છે. આ વાત રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહી હતી. ભાગવતે કહ્યું કે, ભારતીય જ્ઞાન પરંપરાઓ પર આધારિત છે અને દુનિયા માટે આ જ્ઞાન એક વિરાસત સમાન છે.

RSSના વડા મોહન ભાગવત શનિવારે અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે ભારતના પારંપારિક જ્ઞાનને દુનિયાએ સમજવું જોઇએ.

મોહન ભાગવતે કહ્યું કે, આપણા દેશનું નિર્માણ આપણા પૂર્વજોની તપસ્યાને કારણે થયું હતું, જે માત્ર દુનિયાનું કલ્યાણ ઇચ્છતા હતા. એટલે પૂર્વજોનું જ્ઞાન વહેચવુ એ આપણું કર્તવ્ય છે. આપણે પહેલાં એ જોવું જોઇએ કે ભૂતકાળમાં શું હતુ. પછી તેને શીખીને વર્તમાનમાં તેનો ઉપયોગ કરો. તેમણે કહ્યું કે ભારતમાં સમય અને સ્થિતિ માટે પ્રાસંગિક ભારતીય જ્ઞાન પરંપરાના આધાર પર દુનિયા માટે જ્ઞાનના એક વિરાસત તરીકે છે.

મોહન ભાગવતે આ કાર્યક્રમમાં પરંપરાગત ભારતીય જ્ઞાન પ્રણાલીઓ અને સંબંધિત વિષયો પર 1,051 ગ્રંથોનું ઉદ્ઘાટન કર્યું છે. ભાગવતે ભારતીયોને સંશોધનમાં જોડાવા હિમાયક કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે દેશના સમય અને પરિસ્થિતિ માટે તે જરૂરી છે, કે લોકોને પ્રાસંગિક ભારતીય જ્ઞાનનો વારસો દુનિયા સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. મોહન ભાગવતે સ્વીકાર્યું કે ઘણા લોકો પરંપરાગત ભારતીય  જ્ઞાન પર શંકા અને અવિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યુ કે, પહેલા તમે પોતે ભારતની પરંપરા વિશે જાણો અને પછી દુનિયાને ભારતના જ્ઞાનની વહેચણી કરો. તેમણે કહ્યું કે વર્તમાન જ્ઞાનનું મૂલ્યાંકન કરતાં પહેલાં જ્ઞાનની પદ્ધતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ સાથે તેમણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વિશ્વને રજૂ કરવા માટે જ્ઞાનના સ્તરની જરૂરિયાતને ઉજાગર કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp