‘મારા વ્યક્તિગત અને રાજકીય જીવનનું એક જ લક્ષ્ય...’, રાહુલ ગાંધીએ ઓપન લેટર લખ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા હેઠળ લગભગ 3500 કિલોમીટરની સફર કરી ચૂક્યા છે. હાલ તેમની યાત્રા પંજાબ પહોંચી છે. આ દરમિયાન તેમણે એક ઓપન લેટર લખીને યાત્રાના અનુભવોને શેર કર્યા છે. સાથે જ કહ્યું છે કે, તેમના વ્યક્તિગત અને રાજકીય જીવનનું લક્ષ્ય શું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રાએ તેમને શીખવ્યું છે કે, મારા વ્યક્તિગત અને રાજકીય જીવનનું લક્ષ્ય એક જ છે. હકની લડાઇમાં નબળાની ઢાલ બનવું અને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, તે અવાજને ઉઠાવવો.

તેમણે પત્રમાં લખ્યું કે, મારું સપનું આપણા દેશને અંધારાથી અજવાળામાં લાવવા તરફ, નફરતથી પ્રેમ તરફ અને નિરાશાથી આશા તરફ લાવવાનો છે. આ લક્ષ્યને મેળવવા માટે હું ભારતને એક મહાન સંવિધાન આપનારા આપણા મહાપુરુષો દ્વારા કહેવામાં આવેલા સિદ્ધાંતો અને મૂલ્યોને પોતાના આદર્શ બનાવીને આગળ વધીશ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. યુવા બેરોજગાર છે. મોંઘવારી વધી રહી છે. તેમણે દાવો કર્યો છે કે, ચારે બાજુ નિરાશાનો માહોલ છે. તે સિવાય તેમણે કહ્યું કે, એક ધર્મને બીજા ધર્મ, જાતિને બીજી જાતિ અને એક ભાષાને બીજી ભાષા સાથે લડાવવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ ઓપન લેટરમાં લખ્યું છે કે, નફરત અને ઝગડો આપણા દેશના વિકાસમાં બાધા બની શકે છે. મને એ વાતનો વિશ્વાસ આપણે દરેક સમાજમાં ઝગડા ઉભા કરનારી જાતિ, ધર્મ ક્ષેક્ષ અને ભાષાના મતભેદોથી ઉપર ઉઠીશું. તેમણે કહ્યું કે, મારો તમને દરેકને એ જ સંદેશ છે કે, ડરતા નહીં. તમારા દિલમાંથી ડરને કાઢી મૂકો, નફરત એની જાતે જ ખતમ થઇ જશે.

રાહુલ ગાંધીએ ઓપન લેટરમાં લખ્યું કે, સડકથી લઇને સંસદ સુધી પ્રતિ દિવસ આ નકારાત્મકતા વિરૂદ્ધ લડીશ. હું એક એવું ભારત બનાવવા માટે દૃઢ સંકલ્પિત છું. જ્યાં દરેક ભારતીય પાસે સામાજિક ખુશહાલીની સાથે સાથે આર્થિક સમૃદ્ધિના સમાન અવસર હોય, જ્યાં ખેડૂતોને તેમના પાકના ખરા ભાવ મળે, યુવાઓને રોજગાર મળે, ડીઝલ પેટ્રોલ સસ્તું થાય, રૂપિયો ડોલરની સામે મજબૂત બને, ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયાથી વધારે ન હોય.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.