એક, બે નહીં, 6 પત્નીઓ...સાતમા લગ્ન પહેલા જ વ્યક્તિની ધરપકડ, મંડપમાં દરોડા પાડ્યા

PC: totaltv.in

ઝારખંડની રાજધાની રાંચીમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પોતાની ઓળખ અને ધર્મ છુપાવીને 6 લગ્ન કર્યા હતા અને સાતમું લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા. હકીકતમાં, અસલમ નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધી 6 વખત લગ્ન કર્યા હતા અને તેમની સાથે છેતરપિંડી કરતો હતો.

50 વર્ષનો આરોપી અસલમ ધનબાદના ભુલીનો રહેવાસી છે અને તે પોલીસ અધિકારી હોવાનો નાટક કરીને છોકરીઓને ફસાવતો હતો. અસલમ સાતમી વખત લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે દરમિયાન તેની અસલી ઓળખ, ધર્મની ખબર પડી. પોતાને સંજય ગણાવતો અસલમ કોઈક રીતે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

16 વર્ષની પીડિતાએ જણાવ્યું કે, તેની માતા કોઈ કામ માટે બેંક ગઈ હતી. અસલમ તેની માતાને મળ્યો હતો અને તેણે તેનું નામ સંજય કસેરા હોવાનું જણાવ્યું હતું. તેણે ફોસલાવી-પટાવીને કહ્યું કે, તે તેમની દીકરીઓને નોકરી અપાવી દેશે. આ રીતે માતા પાસેથી ફોન નંબર લીધા બાદ તે યુવતી સાથે વાત કરવા લાગ્યો હતો. એક દિવસ તેણે છોકરીને મળવા બોલાવી. બંને બહેનો એકસાથે તેને મળવા ગઈ અને તે તેમને રેસ્ટોરન્ટમાં લઈ ગયો.

બંન્નેને બાઇક પરથી ઘરે ઉતારી દીધી અને પછી તે દર વખતે ઘરે આવવા લાગ્યો. માતા-પિતાને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. માતા-પિતા ન માન્યા તો, ધમકી આપી. ડરના કારણે માતા-પિતા તૈયાર થઈ ગયા. જ્યારે તે જાનૈયાઓ સાથે જાન લઈને પહોંચ્યો, ત્યારે સ્થાનિક લોકો અને હિંદુ સંગઠન સાથે જોડાયેલા કેટલાક લોકોને તેના વિશે એક ખાનગી માહિતી મળી ગઈ હતી, જાન દરવાજા સુધી પહોંચી અને પોલીસ પણ આવી.

બોકારોના સેક્ટર-9માં, એક 16 વર્ષીય સગીર તેની જાળમાં ફસાતી બચી ગઈ. પોલીસ આરોપીની શોધમાં બોકારોથી ધનબાદ સુધી દરોડા પાડી રહી છે. સંજય છ મહિનાથી ચાસમાં સંજય કસેરા નામથી રહેતો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આરોપીએ પોલીસ ઈન્સ્પેક્ટર હોવાનો દંભ કરીને પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. પીડિતાનો પરિવાર ગરીબ છે. તેણે પૈસાની મદદ અને નોકરી અપાવવાની લાલચ આપી, જ્યારે પરિવાર રાજી ન થયો ત્યારે તેણે પોતાને પોલીસ ઓફિસર કહીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું.

શહેરના DSP કુલદીપ કુમારે જણાવ્યું કે, પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી, પરંતુ આરોપી ધરપકડથી બચી રહ્યો હતો. ખાનગી બાતમીના આધારે પોલીસે અસલમની રાંચીમાંથી ધરપકડ કરી હતી.

તેની સામે સગીર સાથે લગ્ન કરવા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આદિવાસી સગીર અને લઘુમતિને ડરાવી-ધમકાવીને ધર્મ છુપાવીને 6 વખત લગ્ન કરવાના મામલે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

અસલમ લગ્ન માટે છોકરીઓની સામે પોતાને પોલીસ ઓફિસર ગણાવતો હતો. તેની ધરપકડ બાદ સિટી DSP કુલદીપ કુમારે કહ્યું કે, અસલમ વિરુદ્ધ રાંચી, ધનબાદ, ટોપચાંચી અને ચાસમાં ઘણા કેસ પેન્ડિંગ છે. તેનો ગુનાહિત ઈતિહાસ છે અને તે એક કેસમાં 2021માં જેલમાં પણ ગયો હતો. રિપોર્ટ અનુસાર આરોપી અસલમ પૈસાની લાલચ આપીને હિન્દુ આદિવાસી અને મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp