કૂનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાનું મોત,નામીબિયાથી લાવવામાં આવી હતી 5 વર્ષની સાશા

PC: indiatoday.in

મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કૂનો નેશનલ પાર્કથી મોટા સમાચાર મળી રહ્યા છે. અહીં નામીબિયા લાવવામાં આવેલી માદા ચિત્તાનું મોત થઈ ગયું છે. 5 વર્ષની સાશા કિડની સંક્રમણથી પીડિત હતી. 22 જાન્યુઆરીના રોજ કિડનીની બીમારીથી પીડિત હોવાની જાણકારી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ભારતની ધરતી પર આવવા અગાઉ જ કિડનીની બીમારીથી ઝઝૂમી રહી હતી એન નામીબિયામાં તેનું ઓપરેશન પણ થઈ ચૂક્યું હતું, પરંતુ આ વાત છુપાવવામાં આવી હતી.

કૂનો નેશનલ પાર્કના મોટા વાડામાં બનેલા કમ્પાર્ટમેન્ટ નંબર-5માં 2 માદા ચિત્તા સવાના અને સિયાયા સાથે રહેતી માદા ચિત્તા સાશાને ગત 22-23 જાન્યુઆરીના રોજ બીમાર હોવાના લક્ષણ જાણવા મળ્યા હતા. ત્યારબાદ તેને મોટા વાડાથી નાના વાડામાં શિફ્ટ કરવામાં આવી હતી. સાશા ખાવાનું ખાતી નહોતી અને મંદ થઈ રહી હતી. ત્યારબાદ કૂનો નેશનલ પાર્કમાં ઉપસ્થિત 3 ડૉક્ટર અને ભોપાલ પહોંચેલા ડૉક્ટરોએ તેની તપાસ કરી તો માદા ચિત્તાની કિડનીમાં ઇન્ફેક્શન હોવાનું જાણવા મળ્યું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ નિમિત્તે નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓ (5 માદા અને 3 નર)ને શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. બધા 8 ચિત્તા 8 મહિનામાં પોતાના નવા ઘર કૂનોમાં સર્વાઇવ કરવા લાગ્યા હતા. બધા ચિત્તા હવે પૂરી રીતે ફિટ થઈને શિકાર પણ કરી રહ્યા હતા. આ દરમિયાન 22 જાન્યુઆરીના રોજ તેમાંથી એક માદા ચિત્તા સાશા બીમાર થઈ ગઈ હતી.

જેની ચિત્તાઓના સૌથી મોટા વિશેષજ્ઞ ડૉક્ટર એડ્રિયન ટોરડિફે પરામર્શથી સારવાર પણ કરી, પરંતુ હવે તેને બચાવી શકાય નથી. સાશાના પરીક્ષણથી કિડનીમાં બીમારીની પુષ્ટિ થઈ. ભારતીય વન્ય જીવ સંસ્થા, દેહરાદૂનના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને કૂનો નેશનલ પાર્ક મેનેજમેન્ટે નામીબિયાના ચિત્તા કન્ઝર્વેશન સાથે સાશાની ટ્રીટમેન્ટ હિસ્ટ્રી મંગાવી. ભારતના ડૉક્ટરોએ તેને વાંચ્યા બાદ ખબર પડી કે 15 ઓગસ્ટ 2022ના રોજ નામીબિયામાં કરવામાં આવેલા છેલ્લા બ્લડ સેમ્પલ તપાસમાં પણ ક્રિએટિનિનનું સ્તર 400 કરતા વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી એ પુષ્ટિ થઈ કે સાશાને કિડનીની બીમારી ભારત આવવા પહેલાથી જ હતી.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાથી પણ 18 ફેબ્રુઆરીના રોજ કૂનો નેશનલ પાર્કમાં 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. તેમાં 7 નર અને 5 માદા ચિત્તા પણ ક્વોરેન્ટાઈન વાડામાં ક્વોરેન્ટાઇન અવધિ પૂરી કરી ચૂક્યા છે. આ નવા મહેમાનોને પણ હવે નાના વાડાઓમાંથી મોટા વાડાઓમાં રીલિઝ કરવા પર વિચાર વિમર્શ કરી શકાય છે. હાલમાં 4 નામીબિયન ચિત્તાઓને પણ ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp