એક દીકરો IAS, બીજો બિઝનેસમેન છતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર

PC: patrika.com

આજના આ બદલાતા જમાનામાં સૌ કોઈ પોતાની દુનિયામાં મશગૂલ છે. એટલું જ નહીં, વૃદ્ધ માતા-પિતા સાથે બેસીને શાંતિથી વાત કરવાનો પણ સમય નથી. એવામાં વૃદ્ધ માતા-પિતા એકલતા અનુભવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો આગ્રામાંથી સામે આવ્યો છે. એક દીકરો IAS અધિકારી, બીજો દીકરો મોટો વેપારી છતા પણ પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે. આ ચોંકાવનારો મામલો આગ્રામાંથી સામે આવ્યો છે. આગ્રામાં પત્ની અને દીકરાના વ્યવહારથી હેરાન થઈ ગયેલા એક વૃદ્ધ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. રામલાલ વૃદ્ધાશ્રમના લોકોએ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, વૃદ્ધનો એક દીકરો IAS છે અને બીજો દીકરો મોટો વેપારી છે. વૃદ્ધે વૃદ્ધાશ્રમમાં રહેનારા લોકોને પોતાની આપવીતી સંભળાવી. તેમણે કહ્યું કે, ઘરમાં તેમની સાથે નોકરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. ઘરમાં કોઈપણ તેમની સાથે યોગ્યરીતે વાત નથી કરતું અને સતત અપમાનિત કરવામાં આવે છે.

વૃદ્ધે કહ્યું, તેઓ રોજ-રોજના અપમાનથી કંટાળીને આશ્રમમાં રહેવા આવી ગયા છે. વૃદ્ધની ઉંમર આશરે 78 વર્ષ છે અને બલ્કેશ્વર ક્ષેત્રમાં રહે છે. સેન્ટ્રલ બેંકમાં મેનેજરના પદ પરથી વીઆરએસ લઇને રિટાયર થઈ ગયા છે. વૃદ્ધે આશ્રમના લોકોને જણાવ્યું કે, તેમની પાસે કરોડો રૂપિયાનું મકાન છે. બધુ જ હોવા છતા પણ તેમની સાથે નોકરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. પરિવારના તમામ સભ્યો પોતાની દુનિયામાં જીવી રહ્યા છે અને કોઈની પણ પાસે તેમની સાથે વાત કરવાનો સમય નથી.

તેમણે કહ્યું, મારો IAS દીકરો બીજા રાજ્યમાં નોકરી કરે છે અને તેની પાસે પિતા સાથે વાત કરવા માટે સમય નથી. નાનો દીકરો લાખો રૂપિયા લઇને અલગ થઈ ગયો છે. પત્ની દીકરા સાથે કમલા નગરના મકાનમાં રહે છે અને પૈસા લીધા બાદ નાનો દીકરો પિતા સાથે વાત નથી કરતો. વૃદ્ધનું કહેવુ છે કે, તેની પત્ની પણ મોટાભાગનો સમય મોબાઇલમાં વ્યસ્ત રહે છે. રોકવા-ટોકવા પર તેમનું અપમાન કરે છે. ત્યારબાદ, રામલાલ વૃદ્ધાશ્રમના માલિક શિવકુમાર શર્માએ ફોન કરીને પરિવારજનોને સૂચના આપી. આશ્રમમાં આવવાની જાણકારી પરિવારજનોને મળી તો 27 મેના રોજ વૃદ્ધના પરિવારજનો આશ્રમ પહોંચી ગયા. લેખિત સમજૂતિ કર્યા બાદ વૃદ્ધને પોતાની સાથે ઘરે લઈ ગયા. આ મામલો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp